આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીને કારણે સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે 17 મે સુધી લૉકડાઉનનો ત્રીજો તબક્કો જાહેર કરાયો છે. રાજકોટમાં કોરોના વાયરસના વધુ પોઝિટિવ કેસો મળતા લૉકડાઉનનો કડક અમલ કરાવવા પોલીસ કાર્યવાહી કરી રહી છે. અગાઉ લૉકડાઉન-1 તથા લૉકડાઉન-2 માં પોલીસ દ્વારા જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી અને અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા હતા. પોલીસે અત્યાર સુધીમાં જાહેરનામાનો ભંગ કરનાર 5974 લોકો વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. તેમજ અત્યાર સુધીમાં 17016 વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે. રાજકોટવાસીઓએ 44 દિવસના લૉકડાઉન દરમિયાન રૂ.52.23 લાખનો દંડ ભર્યો છે. તેમજ પોલીસે ફરજમાં રૂકાવટ કરનાર ત્રણ શખ્સો સામે પાસાના હેઠળ કાર્યવાહી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પોલીસ ખાનગી વાહનો મારફતે પેટ્રોલીંગ કરી જાહેરનામા ભંગના ગુનો કરનારને શોધી કાઢી તેમજ વાહનો ડીટેઇનની કામગીરી કરી રહી છે. લૉકડાઉન દરમ્યાન ચેકપોસ્ટ, ફીકસ પોઇન્ટ તથા પેટ્રોલીંગમાં રહેલ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા બહાર નીકળતા લોકોને રોકી બહાર નીકળવાના કારણો બાબતે પૂછપરછ કરી અને જો તે કોઈ કામ વગર બહાર નીકળેલ હોય તો તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

સોસાયટી વિસ્તારમાં એકઠા થઇ લોકો બેસતા હોય તેમજ શેરી-ગલીઓમા એકઠા જઇ કોઇ રમતો રમતા હોય જે બાબતે તમામ પોલીસ સ્ટેશનો તથા મદદનીશ પોલીસ કમિશ્નરને કુલ 15 ડ્રોન કેમેરા ફાળવેલા છે તે ડ્રોન કેમેરા મારફત વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ ફરજમાં રૂકાવટ કરનાર ત્રણ શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. 44 દિવસના લૉકડાઉનના સમય દરમિયાન પોલીસે રૂ .30.30 લાખનો હાજર દંડ તેમજ ઇ-ચલણ મારફતે રૂ. 21.93 લાખનો દંડ વસુલ કર્યો હતો.

22 માર્ચથી જાહેર થયેલા લૉકડાઉન બાદ પોલીસે કડક કાર્યવાહી કરી છે. હાલ લૉકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ છે ત્યારે આગામી દિવસોમાં પણ હજુ પોલીસની જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. શહેરમાં દારૂની હેરાફેરી કરતા ઝડપાયેલા બુટલેગર, હીસ્ટ્રીસીટર, એમ.સી.આર., ટપોરી ઈસમોને સુરક્ષા કવચ એપ્લિકેશન મારફતે નિયમિતપણે ચેક કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ક્રાઇમબ્રાન્ચ દ્વારા કોરોના પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવેલા વ્યકિતઓની ટેકનિકલ રીતે ઓળખ કરી તેવા વ્યકિતઓને ક્વોરન્ટાઇન કરવાની કામગીરી વહીવટી તંત્ર સાથે મળી કરવામા આવી છે

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code