કાર્યવાહી@રાજકોટ: અગ્નિકાંડમાં મિસિંગના નામે વ્યક્તિએ આર્થિક સહાય મેળવવાનો કર્યો પ્રયાસ, તપાસ કરતા ફૂટ્યો ભાંડો

 
અગ્નિકાંડ
પોલીસને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દૂરવાનો પ્રયાસ કર્યો હતો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટમાં બનેલી આગની દુર્ઘટનામાં 27 લોકોએ જીવ ગુમાવ્યા હોય સરકારે પણ સહાનભુતિ દાખવી મૃતકોને સહાય આપવાની જાહેરાત કરી હતી ત્યારે આવી પરિસ્થિતિમાં રાજકોટમાં એક શખ્સે સરકારની સહાય લેવા માટે પોતાનો ભાણેજ અને પાડોશીના બે સંતાનો ગુમ હોવાની ખોટી માહિતી એસીપીને આપ્યા બાદ આ મામલે ખરાઇ કરતા સત્ય હકીક્ત બહાર આવી હતી અને આ મામલે હોટલ કર્મચારી સામે પ્ર.નગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

ગુમ થયેલા લોકોના સ્વજનો પોતાના સગાઓની માહિતી માટે પોલીસનો સંપર્ક કરતા હતા ત્યારે રાજકોટના કોઠારીયા રોડ પર રાજલક્ષ્‍મી સોસાયટીમાં રહેતા એક હોટલમાં નોકરી કરતા હિતેષ ઉર્ફે વિજયભાઇ લાભશંકર પંડયાએ હોસ્પિટલમાં પોતાના ભાણેજ અને પાડોશીના બે સંતાનો ગુમ થયા અંગેની કાગારોળ કરી હતી અને પોલીસ કોઇ મદદ નહીં કરતી હોવાનું આક્ષેપ કર્યો હતો. આ મામલે એસીપીએ હિતેષે અપેલી માહિતીની ખરાઇ કરવા માટે પોલીસ ટીમને તેના ઘરે મોકલી તપાસ કરાવી હતી. હિતેષ પંડયાએ પોતાનું ભાણેજ પ્રિયાંશ જાની અને પાડોશમાં રહેતા મનોજ સાવલીયાના બે સંતાનો ગેમ ઝોનમાં ગયા બાદ પરત ફર્યા ન હોય તેવી માહિતી આપી હોય પોલીસે હિતેષના ભાઇની પૂછપરછ કરતા ભાંડો ફૂટયો હતો અને સરકારી સહાય મેળવવા માટે વિજય પંડયાએ પોલીસને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દૂરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બાદ જ્યારે સરકારે મૃતકોના પરિવારજનોને ચાર લાખની સહાયની જાહેરાત કરી ત્યારે કોઠારીયા રોડ પર રહેતો હિતેષ પંડયાએ આ માહિતી જાણ્યા બાદ સરકારી સહાય મેળવવા માટે પોતાના ભાણેજ અને પાડોશીના બે સંતાનો એમ ત્રણ બાળકો ગુમ થવા અંગેની વિગતો પોલીસને આપી હતી. પોલીસ પાસે રહેલી માહિતી અને હિતેષ પંડયાએ આપેલી વિગતોમાં વિરૂદ્ધાભાષ જોવા મળતા આ બબાતે સત્ય હકિક્ત જાણવા પોલીસ ટીમ હિતેષ પંડયાના ઘરે ગઇ ત્યારે તેનો ભાંડો ફૂટ્યો હતો સરકારી સહાયની લાલચમાં ખોટી માહિતી આપનાર હિતેષ પંડયાને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો.