કાર્યવાહી@સાબરકાંઠા: એક જ રાતમાં 3.50 લાખના દારૂ સાથે 14ની અટકાયત

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) સાબરકાંઠા પોલીસે ગાંભોઇ અને તલોદમાંથી એક રાતમાં ૩,૫૪,૬૦૦ના દારૂ સહિત ૧૮૦૪૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં પોલીસે ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૫૨૮૦૦ના દારૂ અને ગાડી સહિત ૨,૫૨,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરમ્યાન ધનસુરા રોડ પર બાતમીને આધારે તપાસ કરતા રૂ ૩,૦૧,૮૦૦નો વિદેશી દારૂ અને ત્રણ ગાડી સહિત ૧૫,૫૨,૧૦૦નો મુદ્દામાલ
 
કાર્યવાહી@સાબરકાંઠા: એક જ રાતમાં 3.50 લાખના દારૂ સાથે 14ની અટકાયત

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

સાબરકાંઠા પોલીસે ગાંભોઇ અને તલોદમાંથી એક રાતમાં ૩,૫૪,૬૦૦ના દારૂ સહિત ૧૮૦૪૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં પોલીસે ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૫૨૮૦૦ના દારૂ અને ગાડી સહિત ૨,૫૨,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરમ્યાન ધનસુરા રોડ પર બાતમીને આધારે તપાસ કરતા રૂ ૩,૦૧,૮૦૦નો વિદેશી દારૂ અને ત્રણ ગાડી સહિત ૧૫,૫૨,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. એક જ રાતમાં ૧૮ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાઇ જતા ચકચાર મચી ગઇ છે.

કાર્યવાહી@સાબરકાંઠા: એક જ રાતમાં 3.50 લાખના દારૂ સાથે 14ની અટકાયત

સાબરકાંઠા જીલ્લા પોલીસની ટીમે બાતમી આધારે ગામડી ગામની સીમમાં રોડ ઉપર વાહનની વોચમાં રહી નાકાબંધી કરી હતી. આ દરમ્યાન ગાંભોઇ તરફથી એક સફેદ કલરની સ્વિફટ ડિઝાયર ગાડી આવતી જોઇ પોલીસ સ્ટાફના માણસોએ રોકવાની કોશીશ કરી હતી. જેથી આરોપીઓ ગાડી દુરથી ઉભી રાખી અંદર બેસેલ ચાલક ઈસમ દરવાજો ખોલી અંધારાનો લાભા લઈ ભાગી ગયો હતો. પોલીસે ગાડીમાં જોતાં અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયર નંગ -૪૮૦ કિ.રૂ. ૫૨૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે નંબર વગરની સ્વીફ્ટ ડિઝાયર ગાડી ની કિ.રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. કિ.રૂ.૨,૫૨,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ગાડીના ચાલક વિરૂધ્ધ ગાંભોઇ પો.સ્ટે.માં ગુનો દાખલ કર્યો હતો.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

આ દરમ્યાન તલોદ પો.સ્ટે. વિસ્તારમાં રોડ ચારરસ્તાથી ધનસુરા જતા રોડ ઉપરથી બોલેરો ગાડી નં. GJ-09-BG-2246 તથા નંબર વગરની સફેદ કલરની સ્વીફટ ડીજાયર ગાડી તથા નંબર વગરની સીલ્વર કલરની ફોર્ડ ફીગો ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ/બિયર નંગ- ૧૦૫૬ કિ.રૂ. ૩,૦૧,૮૦૦/-તથા ગાડી નંગ-૩ કિ.રૂ. ૧૨,૫૦,૦૦૦/- તથા મોબાઇલ-૧ કિં.રૂ. ૩૦૦/- મળી કુલ કિ.રૂ. ૧૫,૫૨,૧૦૦/- નો મુદ્દામાલ ઝડપી લેવાયો હતો. પોલીસે (૧) નંબર વગરની સીલ્વર કલરની ફોર્ડ ફીગો ગાડીનો ચાલક કૈલાસચંદ્ર દેવીલાલજી મીણા (ડામોર) રહે. પગારા તા. જોતરી જિ. ડંગરપુર રાજસ્થાનની અટક કરી બીજા વોન્ટેડ આરોપીઓ (૨) રવી રામદયાલ ચોધરી રહે.અમરાઇવાડી અમદાવાદ તથા (૩) દીપક મીણા રહે.ઝાંઝરી તથા (૪)પ્રભુલાલમીણા રહે.ખેરવાડા તથા (૫)નરેશ ડામોર રહે.હરસાવાડા તથા(૬) સુખલાલ ઉર્ફે શકાજી મીણા તથા (૭)રૂપલાલડાંગી તથા (૮)ગણેશ લાલા ગામેતી રહે.કણબઇ તથા (૯) જીતુ મીણા રહે. ખેરવાડા તથા (૧૦) શૈલેષ ઇન્દ્રમલ જૈન રહે.ડુંગરપુર તથા (૧૧) ભવરલાલ ખેમરાજ મેવાડા રહે.બસી સલુંબર તથા (૧૨) ભેરૂમલ કલાલ રહે.બનુડા સલુંબર તથા (૧૩) નંબર વગરની સફેદ કલરની સ્વીફટ ડીજાયર ગાડી નો ચાલક નામ ઠામ જણાયેલ નથી તથા (૧૪) બોલેરો ગાડી નોચાલક ડ્રાયવર નામ ઠામ જણાયેલ નથી. આ તમામ વિરૂધ્ધ તલોદ પો.સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.