આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, સમી

સમી પંથકમાં પાટણ LCBએ સ્થાનિક પોલીસને સાથે રાખીને કતલાખાનાઓ સામે કાર્યવાહી કરી છે. પાટણ LCBની ટીમ પેટ્રોલિંગમાં હોઇ તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, સમી ટાઉનમાં 3 ઇસમો અલગ-અલગ વાડામાં ગેરકાયદેસર પશુ કતલખાના ચલાવે છે. જેથી સમી પોલીસને સાથે રાખી અલગ-અલગ જગ્યાએ રેઇડ કરી ગાય, વાછરડા, આખલા, બળદ અને પાડો મળી કુલ જીવ-26ને મરણતોલ હાલતમાં બાંધેલા હોઇ બચાવાયા હતા. જે બાદમાં પશુઓને પાંજરાપોળ ખાતે મોકલી આપી સમી પોલીસ મથકે ફરીયાદ દાખલ કરાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ SP અક્ષયરાજે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI એ.બી.ભટ્ટની ટીમ સમી પંથકમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન સમી PSI ડી.વી.ખરાડી સહિત ટીમને સાથે રાખી સમીના અલ્તાફ કાલુભાઇ, રિઝવાન નનુભાઇ અને હનીફ દાદુભાઇ વેપારીના વાડામાં રેઇડ કરી હતી. પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સમી પોલીસને સાથે રાખી 18 કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવીને વાડાઓમાંથી એક પીકઅપ ડાલુ કિ.રૂ.2,50,000, ગાય, વાછરડા, આખલા, બળદ અને પાડો મળી કુલ જીવ નંગ-26 કિ.રૂ.1,27,500 પશુઓને મરણોત્તર બાંધેલી હાલતમાંથી છોડાવ્યા હતા. આ સાથે 3 વેપારી ઇસમો વિરૂધ્ધ સમી પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પોલીસની કાર્યવાહી દરમ્યાન ત્રણેય વાડામાં કોઇ ઇસમ હાજર ન હોઇ તમામ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. ખુદ સમી PSI ડી.વી.ખરાડીએ ત્રણેય સામે આઇપીસી 429, 120B, 34, પશુઓ પ્રત્યેનો ઘાતીયપણુ અટકાવવાનો અધિનિયમની કલમ 11(1)(d), 11(1)(e), 11(1)(k), પ્રાણીઓની સાચવણી અંગેનો અધિનિયમની કલમ 5, 6(a), 6(b), 8 અને જીપીએ કલમ 119 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code