કાર્યવાહી@સાંતલપુર: જંગલમાં સસલાનો શિકાર કરનારા બે આરોપીઓ ઝબ્બે

અટલ સમાચાર, પાટણ સાંતલપુર તાલુકાના રણ વિસ્તારમાં બે દિવસ અગાઉ શિકારીઓ દ્વારા ચિંકારા હરણ અને ત્રણ સસલાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જોકે હરણ અને સસલાનો શિકાર કરનારા બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે. સાંતલપુર ફોરેસ્ટની ટીમના માણસોએ બાઇક નંબર આધારે 2 લોકોને કલાકોમાં ઝડપી બંદૂક પણ કબજે કરવામાં આવી છે. અટલ સમાચાર
 
કાર્યવાહી@સાંતલપુર: જંગલમાં સસલાનો શિકાર કરનારા બે આરોપીઓ ઝબ્બે

અટલ સમાચાર, પાટણ

સાંતલપુર તાલુકાના રણ વિસ્તારમાં બે દિવસ અગાઉ શિકારીઓ દ્વારા ચિંકારા હરણ અને ત્રણ સસલાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જોકે હરણ અને સસલાનો શિકાર કરનારા બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે. સાંતલપુર ફોરેસ્ટની ટીમના માણસોએ બાઇક નંબર આધારે 2 લોકોને કલાકોમાં ઝડપી બંદૂક પણ કબજે કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યવાહી@સાંતલપુર: જંગલમાં સસલાનો શિકાર કરનારા બે આરોપીઓ ઝબ્બે

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા પાસેના રણ વિસ્તારમાં બે દિવસ પહેલા હરણ અને સસલાઓની હત્યા કરાઇ હતી. જેના બંને આરોપીઓને બંદૂક સાથે ઝડપી લેવાયા છે. આરોપીઓ ચિંકારા હરણ અને ત્રણ સસલાનો શિકાર કરીને બે શખ્સો પોતાનું બાઇક અને મૃત પ્રાણીઓને ઘટના સ્થળે મૂકીને ફરાર થઇ ગયા હતા. જોકે સાંતલપુર ફોરેસ્ટના આરએફઓ ઝીલુભા વાઘેલા અને સ્ટાફના માણસોએ બાઇક નંબરના આધારે બે લોકોની અટકાયત કરી છે.

કાર્યવાહી@સાંતલપુર: જંગલમાં સસલાનો શિકાર કરનારા બે આરોપીઓ ઝબ્બે

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સાંતલપુર વનવિભાગે હબીબ કાસમભાઈ હિંગોરજા (ઉ.35 રહે સીધાડા, તા.સાંતલપુર) અને નસિરખાન ઉમરખાં મલેક (રહે.વારાહી, તા.સાંતલપુરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. આ સાથે શિકારમાં વાપરવામાં આવેલ બંદૂક પણ કબજે કરવામાં આવી હતી. ઝડપાયેલા બન્ને આરોપીઓના કોવિડ 19ના સેમ્પલ લઈ તપાસમાં મોકલી આપી ફોરેસ્ટ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.