કાર્યવાહી@શામળાજી: LCBએ મધરાત્રે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી, 4.32 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી શામળાજી પંથકમાંથી અરવલ્લી LCBએ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. અરવલ્લી LCBની ટીમ ચોક્કસ બાતમી આધારે વોચમાં હોઇ દારૂ ભરેલી કારના ચાલકે કારને ભગાવતાં આગળ પત્થર સાથે ટકરાઇ હતી. જે બાદમાં અંધારાનો લાભ લઇ ચાલક નાસી છુટ્યો હતો. જોકે LCBએ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સહિત 4 લાખની વધુનો મુદ્દામાલ
 
કાર્યવાહી@શામળાજી: LCBએ મધરાત્રે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી, 4.32 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી

શામળાજી પંથકમાંથી અરવલ્લી LCBએ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. અરવલ્લી LCBની ટીમ ચોક્કસ બાતમી આધારે વોચમાં હોઇ દારૂ ભરેલી કારના ચાલકે કારને ભગાવતાં આગળ પત્થર સાથે ટકરાઇ હતી. જે બાદમાં અંધારાનો લાભ લઇ ચાલક નાસી છુટ્યો હતો. જોકે LCBએ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સહિત 4 લાખની વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે અજાણ્યાં ફરાર ચાલક સામે શામળાજી પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી SP સંજય ખરાતે જીલ્લામાં પ્રોહીબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI સી.પી.વાઘેલા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન રાજસ્થાનથી કારમાં વિદેશી દારૂ ભરી એક ઇસમ આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેને લઇ LCBએ સુનોખ ગામથી વાગોદર તરફના રસ્તા પર વોચ ગોઠવતાં ચાલકે કાર ભગાડી મુકી હતી. જેથી LCBએ પણ પીછો કરતાં કાર રોડની સાઇડના પત્થર સાથે અથડાતાં ચાલક કાર સ્થળ પર જ મુકીને નાસી છુટ્યો હતો. LCBએ કારમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન નંગ-779 કિ.રૂ.1,26,700નો દારૂ, મોબાઇલ ફોન નંગ-2 કિ.રૂ.6,000, કારની કિ.રૂ.3,00,000 મળી કુલ કિ.રૂ.4,32,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.