આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,સિદ્વપુર (હર્ષલ ઠાકર)

સિદ્વપુર સરસ્વતિ નદીમાં ખૂલ્લેઆમ રેતીચોરી કરવામાં આવી રહી હોવાની બાતમીના આધારે મામલતદારે પાટણ ખાણખનિજ વિભાગને જાણ કરી હતી. સિદ્વપુર પીઆઈ વી.એન.મહિડા અને પોલીસ સ્ટાફને સાથે રાખી હાથ ધરવામા આવી હતી. કાર્યવાહીમાં એક હીટાચી, સાત ડમ્પર, એ ટ્રેકટર સહિત અંદાજિત 98 લાખનાં વાહનો ઝડપી લેવાયા હતા. જો કે આ સ્થળેથી અત્યાર સુધીમાં કેટલી રકમની રેતીનુ ખનન અને રોયલ્ટીચોરી કરવામાં આવી છે તે જાણવા મળ્યુ નથી. પરંતુ છેલ્લા આઠ-દસ જેટલાં દિવસ-રાત થી આ રેતી લઈ જવાઈ રહી હોવાથી કરોડોની ચોરી કરાઈ હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિદ્વપુરની સરસ્વતિ નદીમાં રેતીચોરી ઝડપાઇ છે. હારિજ-સિદ્વપુર-ખેરાલુ-વિજયનગર નાં ફોરલેન હાઈવ અંતર્ગત પ્રગતિપથ નાં માટીકામની કામગીરી વિવાદોમાં ઘેરાવા પામી છે. આ કામગીરી અન્વયે પાટણ-સિદ્વપુર-ખેરાલુ કિ.મી.32.000 થી કિ.મી.60.600 રોડકામમાં માટીપુરાણનુ કામ હાલ ચાલી રહ્યુ હોવાનુ જાણવા મળેલ છે. આ માટીપુરાણ માટે સિદ્વપુરનાં માધુપાવડીયા પાસે સરસ્વતિ નદી પર બનાયેલ ચેકડેમ નજીકથી આ અંગે કામ કરતી ખાનગી એજન્સી રેતીચોરી કરતી હોવાની બાતમી મળી હતી. જે આધારે સિદ્વપુર મામલતદાર કનકસિંહ ગોહિલે સત્વરે પાટણ ખાણ-ખનીજ વિભાગને જાણ કરતાં પોલીસની હાજરીમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પાટણ ખાણખનિજ વિભાગનાં સુપરવાઈઝર આર.બી. સોલંકી ,સર્વેયર વી.એન.ચૌધરી અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહીમાં રેતી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ 1 હિટાચી મશીન આશરે કિ.25 લાખ, 7 ડમ્પર આશરે કિ.70 લાખ સહિત 1 ટ્રેકટર આશરે કિ.3 લાખ સહિતનાં અંદાજિત 98 લાખની કિમતનાં વાહનો ઝડપી પાડ્યા છે. આ સ્થળેથી મોટી રકમની ખનીજ ચોરી પકડાય તેવી આશંકાઓ સેવાઈ છે.

આ અંગે પાટણ ખાણ ખનીજનાં સુપર વાઈઝર આર.બી.સોલંકીએ જણાવ્યુ હતુ કે, આ તમામ વાહનોમાં જે રેતી ભરવામાં આવી છે તેની રોયલ્ટી અંગે એજન્સીધારકે કોઈ સંતોષ કારક જવાબ આપેલ નથી. ઉપરાંત આ સ્થળેથી આ પ્રકારની રેતી લઈ જવા અંગે ખાણખનીજ વિભાગ દ્વારા કોઈ આગોતરી મંજુરી પણ લેવામાં આવી નથી. આ સ્થળેથી અત્યાર સુધીમાં કેટલી રેતી ખનન કરી ચોરી કરવામાં આવી છે તે અંગે ગૂગલમેપની મદદથી કામગીરી કરાવામાં આવી છે. જેની તપાસ કરાયા બાદ બે-ત્રણ દિવસમાં કેટલી રકમની ચોરી કરાઈ છે તે મુજબ ચોક્કસ દંડની રકમ નક્કી કરવામાં આવશે. આમ,સિદ્વપુર માધુ પાવડીયાના સામા તટે આશરે છેલ્લા આઠ-દસ દિવસ-રાતથી કરાતી આ રેતીચોરીનુ કૌંભાંડ પકડાતા રેતીચોરી કરતા ભૂમાફિયામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code