આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે સુઇગામમાં આઇસ્ક્રીમ ભરેલુ છોટાહાથી ઝડપાતા ચકચાર મચી ગઇ છે. વજાપુર ચોકડીના પોલીસ પોઇન્ટ પાસે GRDના જવાને છોટાહાથીને રોકાવી તલાશી લેતા ચોંકી ઉઠ્યા હતા. પ્રાથમિક તપાસમાં આઇસ્ક્રીમ ભરેલું છોટાહાથી વાવ તરફથી આવતુ હતુ. ઘટનાને લઇ પીએસઆઇ પરમાર સહિતના સ્ટાફ દ્રારા તાત્કાલિક છોટાહાથી ઝબ્બે કરી એક ઇસમની અટકાયત કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ પાસેથી લોકડાઉનમાં વગર પાસ-પરમીટે લઇ જવાતું આઇસ્ક્રીમ ભરેલુ છોટાહાથી ઝડપી પાડ્યુ છે. વાવ તરફથી આવતા છોટા હાથીને એટા-વજાપુર ચોકડીના પોલીસ પોઇન્ટ પાસે રોકવામાં આવ્યુ હતુ. જ્યાં હાજર GRDના જવાનોએ રીક્ષા ઉભી રખાવી ચેક કરતા વગર પાસ પરમીટે આઈસ્ક્રીમનો જથ્થો ભરેલો હતો. ઘટનાને લઇ પોલીસે ચતુરભાઇ ન્યાલચંદભાઇ ઠક્કર નામના ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસે આદિત્ય આઇસ્ક્રીમ નામનું સ્ટીકર મારેલ છોટાહાથીને જપ્ત કર્યુ છે. આ સાથે ચાલક ચતુરભાઇ ન્યાલચંદભાઇ ઠક્કરની અટકાયત પણ કરાઇ છે. પોલીસે આરોપી વિરૂધ્ધ આઇપીસીની કલમ 188, 269 ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(B) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code