કાર્યવાહી@થરાદ: આરઆરસેલે 1.57 લાખનો દારૂ ભરેલી ઇકો ઝડપી, ઇસમો ફરાર

અટલ સમાચાર, થરાદ કોરોના મહામારી વચ્ચે આરઆરસેલે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ભરેલી ઇકો ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. આરઆરસેલ ,બોર્ડર રેન્જ-ભૂજના સ્ટાફે ખોરડાં ગામ પાસે પેટ્રોલિંગ દરમ્યાન બાતમી આધારે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમીવાળી ઇકોના ચાલકે દૂરથી પોલીસને જોઇ કાર ત્યાં મુકી અંદર બેઠેલાં બીજા બે મળી કુલ ત્રણ ઇસમો ખેતરોમાં ભાગી
 
કાર્યવાહી@થરાદ: આરઆરસેલે 1.57 લાખનો દારૂ ભરેલી ઇકો ઝડપી, ઇસમો ફરાર

અટલ સમાચાર, થરાદ

કોરોના મહામારી વચ્ચે આરઆરસેલે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ભરેલી ઇકો ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. આરઆરસેલ ,બોર્ડર રેન્જ-ભૂજના સ્ટાફે ખોરડાં ગામ પાસે પેટ્રોલિંગ દરમ્યાન બાતમી આધારે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમીવાળી ઇકોના ચાલકે દૂરથી પોલીસને જોઇ કાર ત્યાં મુકી અંદર બેઠેલાં બીજા બે મળી કુલ ત્રણ ઇસમો ખેતરોમાં ભાગી ગયા હતા. જે બાદ પોલીસે તેમનો પીછો કરતાં તેઓ હાથ નહિ લાગતાં ઇકોની તલાશી લેતાં તેમાંથી દારૂ મળી આવ્યો હતો. જેને લઇ આરઆરસેલે થરાદ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદના ખોરડા ગામ પાસેથી આરઆરસેલે દારૂ ભરેલી ઇકો ઝડપી પાડી છે. આરઆરસેલના સ્ટાફને બાતમી મળી હતી કે, થરાદ ચાર રસ્તાથી એક શંકાસ્પદ ઇકો જેતડા તરફ આવી રહી છે. જેને તેમને ખાનગી વાહનમાં આડાશ કરી નાકાબંધી કરી હતી. જોકે પોલીસને જોઇ ઇકો ચાલક અને અંદર બેઠેલા બે ઇસમો કાર મુકી ફરાર થઇ ગયા હતા. જે બાદ આરઆરસેલે પંચો સાથે રાખી ઇકોની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આરઆરસેલ,બોર્ડર રેન્જ-ભુજની ટીમે થરાદથી દારૂ ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. આરઆરસેલે ઇકોમાંથી વિદેશી દારૂની બોટલ તથા પાઉચ કુલ નંગ-1060, કિ.રૂ.1,57,300, ઇકોની કિ.રૂ.3,00,000 મળી કુલ કિ.રૂ.4,57,300નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે આરઆરસેલે થરાદ પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. જેને લઇ થરાદ પોલીસે ફરાર ઇસમો સામે પ્રોહી એક્ટની કલમ 65(a),65(e),116-B,81,98(2) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.