કાર્યવાહી@ઊંઝા: કારનો પીછો કરી પોલીસે દારૂ સહિત 4.95 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

અટલ સમાચાર, ઊંઝા ઊંઝા પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન પીછો કરી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગઇકાલે બપોરે કોવિડ લગત પેટ્રોલિંગ દરમ્યાન ઊંઝા પોલીસે શંકાસ્પદ કારનો પીછો કર્યો હતો. જે બાદમાં ચાલકે પોલીસને જોઇ કાર ભગાડતાં પોલીસે પણ તેનો પીછો કરતાં ચાલક સહિત બે ઇસમો કાર મુકી ફરાર થઇ ગયા હતા. પોલીસે કારમાંથી 95 હજારનો
 
કાર્યવાહી@ઊંઝા: કારનો પીછો કરી પોલીસે દારૂ સહિત 4.95 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

અટલ સમાચાર, ઊંઝા

ઊંઝા પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન પીછો કરી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગઇકાલે બપોરે કોવિડ લગત પેટ્રોલિંગ દરમ્યાન ઊંઝા પોલીસે શંકાસ્પદ કારનો પીછો કર્યો હતો. જે બાદમાં ચાલકે પોલીસને જોઇ કાર ભગાડતાં પોલીસે પણ તેનો પીછો કરતાં ચાલક સહિત બે ઇસમો કાર મુકી ફરાર થઇ ગયા હતા. પોલીસે કારમાંથી 95 હજારનો દારૂ ઝડપી પાડી ફરાર આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે પ્રોહિબિશન લગત કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને ઊંઝા PSI કે.એમ.ચાવડાના માર્ગદર્શન હેઠળ ASI અરવિંદભાઇ, જયરાજસિંહ, APC રાજેશભાઇ, ALR ભરતકુમાર, જશવંતસિંહ સહિતનો સ્ટાફ બ્રાહ્મણવાડા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન એક શંકાસ્પદ કાર પસાર થતાં પોલીસે તેનો પીછો કરતાં ચાલકે પોલીસને જોઇ કાર ઓવરટેક કરી ભગાવી મુકી હતી. જેથી પોલીસે પણ પીછો કરતાં ચાલકે મક્તુપુર કોલેજ નજીક યુટર્ન મારી ગેટ નજીક સર્વિસ રોડ પર જોવા મળી હતી.

આ દરમ્યાન પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી કાર ચેક કરતાં અંદર બેસેલાં ઇસમો ભાગતાં જોવા મળતાં તેમનો પીછો કર્યો હતો. જોકે પોલીસ અને આરોપીઓ વચ્ચે વધુ અંતર હોઇ તેઓ ભાગી છુટ્યાં હતા. આ તરફ પોલીસે કારની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની બોટલો નંગ-200 કિ.રૂ.95,320નો ઝડપી પાડ્યો હતો. આ સાથે કારની કિ.રૂ.4,00,000 મળી કુલ કિ.રૂ.4,95,320નો મુદ્દામાલ ઝડપી પાડી ફરાર આરોપીઓને પકડવા કવાયત શરૂ કરી છે. ઊંઝા પોલીસે આરોપીઓ સામે પ્રોહી એક્ટની કલમ 65(a), 65(e), 116-B, 98(2), 81 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.