આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા

કોરોના કહેર વચ્ચે ઊંઝા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી વાહનચોરીના 2 અનડીટેક્ટ ગુનાઓ ઉકેલી દીધા છે. વિસનગર DySP અને ઊંઝા PIના સીધા માર્ગદર્શન હેઠળ 2 PSIની અલગ-અલગ ટીમો બનાવી અનડીટેક્ટ ગુનાઓ શોધવા કવાયત શરૂ કરાઇ હતી. આ દરમ્યાન ઊંઝાથી ચોરીના બાઇક સાથે એક ઇસમ અને શહેરના રેલ્વે સ્ટેશન રોડ પરથી ચોરીના એક્ટિવા સાથે એક ઇસમને ઝડપી લેવાયો હતો. આ સાથે બંનેને હસ્તગત કરી કોવિડ ટેસ્ટ માટે મોકલી આપવા કવાયત હાથ ધરાઇ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં વાહનચોરીના અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ છે. જે અનુસંધાને વિસનગર DySP એ.બી.વાળંદ અને ઊંઝા PI એસ.જે.વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ 2 ટીમો બનાવાઇ હતી. જેમાં ઊંઝા PSI આર.કે.પાટીલની એક ટીમ અને ઊંઝા PSI કે.ઓ.રબારીની એક ટીમ વાહનચોરીના ગુનાઓ શોધવા કવાયતમાં હતી. આ દરમ્યાન PSI કે.ઓ.રબારીની ટીમે ઊંઝા શહેરમાંથી ચોરાયેલા બાઇક સાથે ઇસમને દાસથી ઊંઝા રોડ પરથી ઝડપી પાડ્યો હતો. આ સાથે પોપટજી બાબુજી ઠાકોર(રહે.સુંઢીયા, તા.વડનગર, જી.મહેસાણા)ને ઝડપી પાડી બાઇક સહિત કુલ કિ.રૂ.15,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

File Photo

આ તરફ ઊંઝા PSI આર.કે.પાટીલની ટીમ પણ ચેકિંગમાં હોઇ ચોક્કસ બાતમી મેળવી કાર્યવાહી કરાઇ હતી. જેમાં ઊંઝા શહેરમાંથી ચોરાયેલ એક્ટિવા સાથે સમીર કરીમખાન બલોચ (રહે.ઉનાવા, તા.ઊંઝા, જી.મહેસાણા)ને શહેરના રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી ઝડપી પાડ્યો હતો. આ સાથે એક્ટિવા સહિત કુલ કિ.રૂ.8,000નો મુદ્દામાલ જપ્ત કરી ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ ઊંઝા પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે વાહનચોરીના 2 અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code