કાર્યવાહી@વડગામ: પછાત વર્ગનો યુવક બન્યો આદીવાસી, DYSPની ફરીયાદ

અટલ સમાચાર, વડગામ વડગામ પંથકમાં રહેતા યુવક વિરુદ્ધ ગંભીર ફરિયાદ દાખલ થઇ છે. આરોપી ઈસમ પછાત વર્ગનો હોવા છતાં આદીવાસી બની ખોટા કાગળો ઉભા કર્યાનું સામે આવ્યું છે. પાલનપુર ડીવાયએસપી દ્વારા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના નજીકના યુવક વિરુદ્ધ છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો બનાસકાંઠા જિલ્લાના છાપી ખાતે ડિસેમ્બરે એનઆરસી
 
કાર્યવાહી@વડગામ: પછાત વર્ગનો યુવક બન્યો આદીવાસી, DYSPની ફરીયાદ

અટલ સમાચાર, વડગામ

વડગામ પંથકમાં રહેતા યુવક વિરુદ્ધ ગંભીર ફરિયાદ દાખલ થઇ છે. આરોપી ઈસમ પછાત વર્ગનો હોવા છતાં આદીવાસી બની ખોટા કાગળો ઉભા કર્યાનું સામે આવ્યું છે. પાલનપુર ડીવાયએસપી દ્વારા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના નજીકના યુવક વિરુદ્ધ છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના છાપી ખાતે ડિસેમ્બરે એનઆરસી અને સીએએના વિરોધમાં લોકો ઉમટી પડ્યા હતા. જેમાં અનેક આરોપી પૈકી જીગ્નેશ મેવાણીનો પરિચિત પણ હતો. અમરનાથ વસાવા નામનો યુવક હકીકતે ઓબીસી વર્ગનો હોવાનો ઘટસ્ફોટ પોલીસે કર્યો છે. તપાસ દરમ્યાન અમરનાથ મૂળ ઉત્તરપ્રદેશનો અને હાલ છાપી રહે છે. જોકે અમરનાથ ગુપ્તા એટલે સામાજીક, શૈક્ષણિક પછાત વર્ગમાં આવતી શાહુ તૈલી જાતીનો હોવાનું સામે આવ્યુ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસે અમરનાથના દસ્તાવેજ બાબતે તપાસ કરતા ખોટું સર્ટીફીકેટ બનાવ્યુ હોવાનું સામે આવ્યુ હતુ. જેમાં ડો.રામમનોહર લોહીયા વિશ્વ વિધાલય, ફૈજાબાદની ર૦૦૧ની માર્કશીટ, પ્રવેશપત્ર તથા ખેમરાજ સ્મારક રાષ્ટ્રીય વિધાપીઠ, ખેમાપુરનું ટ્રાન્સફર સર્ટીફીકેટ ફોર્મ તેમજ પ્રાથમિક વિધાલય આહીરૌલીનું જાતિ પ્રમાણપત્ર અને તેના પિતાજી જીનકુરામ રામસુમરે ગુપ્તા અને તેમના કુટુંબીજનોના નિવેદનોથી બહાર આવ્યું છે.

સમગ્ર મામલે પાલનપુર ડીવાયએસપી એ.આર. ઝનકાંતે કેસના આરોપી અમરનાથ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. છાપી પોલીસે આઇપીસીની કલમ 193, 419, 465, 467, 468, 471 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.