આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)

કોરોના વાયરસ ને લઇ 3 મેં સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. વાવ તાલુકાના લાલપુરા ગામમાં તલાટી, સરપંચ દ્રારા ગામમાં ઓફિસ ઉપર બેઠા હતા. આ દરમ્યાન ગામના જ વ્યક્તિ મોં ઉપર માસ્ક ન હોય જેમને રોકીમે પૂછપરછ કરતા ખોટી રીતે લટાર મારવા નીકળેલા કાકા ને 200 રૂપિયા દંડ ફટકાર્યો હતો. જેને લઈને આખા ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો. કાર્યવાહીને લઇ  ખોટી રીતે લટાર મારવાની નીકળતા વડીલો,યુવાનો માં ફફડાટ વ્યાપી ગયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના લાલપુરા ગામમાં બિનજરૂરી અને માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળનારા પુરુષ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, જિલ્લા કલેક્ટર સંદીપકુમાર સાગલે દ્રારા જાહેરનામું બહાર પાડી જિલ્લામાં દરેક વ્યક્તિ માસ્ક ફરજીયાત પહેરીને નીકળવા અપીલ કરવામાં આવી છે.  જે વ્યક્તિ માસ્ક ન પહેરે તેને પ્રથમ વ્યક્તિ ને 200 રૂ દંડ કરવાનો હુકમ કર્યો છે અને બીજી વખત પકડાય તો 500 નો દંડ કરવા સૂચના કરવામાં આવી હતી.

લાલપુરા તલાટી સાથે ટેલિફોનિક વાત કરતા નિતેશભાઇ તલાટી એ જણાવ્યું હતું કે,  લાલપુરા ગ્રામ પંચાયત અને એટા કલેણપુરા ગ્રુપ ગ્રામપંચાયતમાં જો કોઈ વ્યક્તિ માસ્ક વગર બહાર ખોટી રીતે લટાર મારવા નીકળ્યા તો તેમનો પ્રથમ દંડ રૂ. 200 અને બીજી વખત ભૂલ કરે તો તેનો રૂ.500 દંડ લેવામાં આવશે. જેથી કરીને લાલપુરા સરપંચ રતુબેન હાહજી  ઠાકોર અને નિતેશભાઇ તલાટી દ્રારા લાલપુરા ગામની જનતાને અપીલ કરવામાં આવી હતી કે, કામ સિવાય કોઈપણ વ્યક્તિ બહાર ન આવવું.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code