કાર્યવાહી@વિજાપુર: દારૂના કેસમાં 5 વર્ષથી નાસતો ફરતો ઇસમ છેક હિંમતનગરથી ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા વિજાપુર પોલીસની ટીમે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લાં પાંચેક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડ્યા છે. વિજાપુર ઇન્ચાર્જ PIની ટીમ પેટ્રોલિંગમાં ચોક્કસ બાતમી આધારે છેક હિંમતનગરમાં તપાસ કરી હતી. જ્યાં વિજાપુર પોલીસ મથકના દારૂ કેસમાં છેલ્લાં 5 વર્ષથી નાસતાં-ફરતાં ઇસમને ઝડપી પાડ્યો છે. આ સાથે ઇસમને હસ્તગત કરી તેનો કોવિડ ટેસ્ટ કરાવવા સહિતની
 
કાર્યવાહી@વિજાપુર: દારૂના કેસમાં 5 વર્ષથી નાસતો ફરતો ઇસમ છેક હિંમતનગરથી ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

વિજાપુર પોલીસની ટીમે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લાં પાંચેક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડ્યા છે. વિજાપુર ઇન્ચાર્જ PIની ટીમ પેટ્રોલિંગમાં ચોક્કસ બાતમી આધારે છેક હિંમતનગરમાં તપાસ કરી હતી. જ્યાં વિજાપુર પોલીસ મથકના દારૂ કેસમાં છેલ્લાં 5 વર્ષથી નાસતાં-ફરતાં ઇસમને ઝડપી પાડ્યો છે. આ સાથે ઇસમને હસ્તગત કરી તેનો કોવિડ ટેસ્ટ કરાવવા સહિતની કવાયત હાથ ધરાઇ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં નાસતાં-ફરતાં ઇસમોને ઝડપી લેવા સુચના આપેલ છે. જે અનુસંધાને વિજાપુર પોલીસ મથકના ઇન્ચાર્જ PI આર.જી.ચૌધરી સહિતની ટીમ નાસતાં-ફરતાં ઇસમોને ઝડપી લેવાની કવાયતમાં હતી. આ દરમ્યાન વિજાપુર પોલીસ મથકે જ નોંધાયેલ પ્રોહિબિશન ગુનાનો આરોપી પ્રશાંત નવનીતભાઇ જયસ્વાલ હાલ હિંમતનગર હોવાની હકીકત મળી હતી. જેથી પોલીસ દ્રારા તાત્કાલિક હિંમતનગર RTO સર્કલ ખાતેથી ઇસમને ઝડપી લેવાયો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વિજાપુર પોલીસ મથકના દારૂના કેસમાં છેલ્લા 5 વર્ષથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો છે. વિજાપુરના ઇન્ચાર્જ PIની ટીમ ચોક્કસ વિગતો મેળવી છેક હિંમતનગરથી ઇસમને ઝડપી પાડ્યો છે. ગઇકાલે સાંજે ઇસમને ઝડપી પાડી કોવિડ ગાઇડલાઇન મુજબ ઇસમનો કોવિડ RTPCR ટેસ્ટ કરાવવાની કવાયત હાથ ધરાઇ હતી.