આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, વિજયનગર 

કોરોના મહામારી વચ્ચે વિજયનગર પોલીસે દારૂ ભરેલું આઇસર ઝડપી પાડ્યું છે. ગઇકાલ સાંજના સમયે પોલીસ વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક આઇસર હરીયાણાથી દારૂ ભરીને આવી રહ્યુ છે. જેથી પંચો સાથે રાણી બોર્ડર પર વોચ ગોઠવી તેને રોકીને તલાશી લેતાં પાછળના ભાગેથી વિદેશી દારૂનો 7,96,800નો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે બે ઇસમોની અટકાયત કરી તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા એસપી નિરજ બડગુજરે જીલ્લામાં પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને વિજયનગર પીએસઆઇ સહિતની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકીંગમાં હતી. આ દરમ્યાન બાતમી મળી હતી કે, એક આયસર વિદેશી દારૂ ભરી ખેરવાડા તરફથી ઇડર બાજુ આવે છે. જેથી રાણી બોર્ડર પાસે વોચ ગોઠવી આઇસર ઉભુ રખાવી તલાશી લેતાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડી 2 ઇસમોની ધરપકડ પણ કરી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોનાકાળ વચ્ચે વિજયનગર પોલીસની ટીમે દારૂ ઝડપી પાડતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે આઇસરમાંથી વિદેશી દારૂના પેટીઓ નંગ-104 મળી કિ.રૂ.7,96,800નો દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે મોબાઇલ નંગ-1 કિં.રૂ. 5000 અને આયસર કિં.રૂ 5,00,000 મળી કુલ 13,01,800નો મુદામાલ જપ્ત કર્યો છે. આ તરફ 2 લોકો સામે વિજયનગર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની કલમ 65(a), 65(e), 116-B, 98(2), 81 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code