કાર્યવાહી@વિસનગર: જાહેરમાં જુગાર રમતાં સ્ટેટ મોનિટરીંગ સેલની રેઇડ, 4 ઇસમ ઝડપાયાં

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર વિસનગર શહેરમાં છેક ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે રેઇડ કરી જુગારીઓને ઝડપી પાડ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ચોક્કસ બાતમી આધારે પંચો સાથે શહેરના ભોઇવાડા વિસ્તારમાં રેઇડ કરી હતી. જેમાં અચાનક રેઇડથી જુગારીઓમાં અફરા-તફરીના માહોલ વચ્ચે ચાર ઇસમો ઝડપાઇ ગયા હતા. કાર્યવાહી દરમ્યાન રોકડ રકમ, મોબાઇલ અને મોટર સાયકલ મળી
 
કાર્યવાહી@વિસનગર: જાહેરમાં જુગાર રમતાં સ્ટેટ મોનિટરીંગ સેલની રેઇડ, 4 ઇસમ ઝડપાયાં

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર

વિસનગર શહેરમાં છેક ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે રેઇડ કરી જુગારીઓને ઝડપી પાડ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ચોક્કસ બાતમી આધારે પંચો સાથે શહેરના ભોઇવાડા વિસ્તારમાં રેઇડ કરી હતી. જેમાં અચાનક રેઇડથી જુગારીઓમાં અફરા-તફરીના માહોલ વચ્ચે ચાર ઇસમો ઝડપાઇ ગયા હતા. કાર્યવાહી દરમ્યાન રોકડ રકમ, મોબાઇલ અને મોટર સાયકલ મળી કુલ કિ.રૂ.37,610નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ સાથે તમામ સામે વિસનગર શહેર પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિસનગર શહેરના ભોઇવાડા વિસ્તારમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે રેઇડ કરી મોટી કાર્યવાહી કરી છે. સ્ટેટ મોનિટરીંગ સેલના PSI આર.પી.પરમારને મળેલ ચોક્કસ બાતમી આધારે તેમની ટીમે પંચોને સાથે રાખી રેઇડ કરી હતી. જેમાં ગઇકાલે બપોરે ચારેક વાગ્યા આસપાસ મોનિટરીંગ સેલની ટીમે ભોઇવાડા વિસ્તારમાં પીપળાના ઝાડ નીચે ખુલ્લાં જુગાર રમતાં ઇસમોને ઝડપી પાડ્યા છે. આ સાથે આ ઇસમોએ કોવિડ ગાઇડલાઇનનો પણ ભંગ કર્યો હોઇ મહામારી અધિનિયમ હેઠળ પણ ગુનો નોંધાયો છે.

કાર્યવાહી@વિસનગર: જાહેરમાં જુગાર રમતાં સ્ટેટ મોનિટરીંગ સેલની રેઇડ, 4 ઇસમ ઝડપાયાં

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વિસનગરના શહેરી વિસ્તારમાં છેક સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે રેઇડ કરતાં ચકચાર મચી ગઇ છે. કાર્યવાહી દરમ્યાન રોકડ રકમ 14,500, મોબાઇલ ફોન નંગ-2 કિ.રૂ.3,000, મોટર સાયકલ કિ.રૂ.20,000 મળી કુલ કિ.રૂ.37,610નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે નિકુલ ભરતભાઇ ભોઇ, રાજુ સોમાભાઇ ભોઇ, ભરત મંગળદાસ ભોઇ અને મહંમદ ઇંદ્રીસ ઇમદાદઅલી ફકીરને ઝડપી પાડ્યા હતા. આ તમામ ઇસમ સામે વિસનગર શહેર પોલીસ મથકે આઇપીસી 269, જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12 અને મહામારી અધિનિયમની કલમ 51(b) મુજબ ગુનો નોંધાયો છે.