કાર્યવાહી@વિસનગર: લોકડાઉન દરમ્યાન મહિલા પોલીસ સાથે ઘર્ષણ કરનાર ઝબ્બે

અટલ સમાચાર, મહેસાણા સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને લઈ સરકાર દ્વારા 03મે 2020 સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. લોકડાઉનના સમય દરમિયાન સમગ્ર જગ્યાએ ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસનગર તાલુકાના ગામે મહિલા પોલીસ કર્મચારી અને ગામના કેટલાક ઇસમો વચ્ચે ઘર્ષણનો બનાવ સામે આવ્યો હતો. જોકે મહેસાણા જીલ્લા પોલીસે અસામાજીક પ્રવૃત્તિ આચરતા એક ઇસમને ઝડપી પાડી પાસા હેઠળ
 
કાર્યવાહી@વિસનગર: લોકડાઉન દરમ્યાન મહિલા પોલીસ સાથે ઘર્ષણ કરનાર ઝબ્બે

અટલ સમાચાર, મહેસાણા

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને લઈ સરકાર દ્વારા 03મે 2020 સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. લોકડાઉનના સમય દરમિયાન સમગ્ર જગ્યાએ ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસનગર તાલુકાના ગામે મહિલા પોલીસ કર્મચારી અને ગામના કેટલાક ઇસમો વચ્ચે ઘર્ષણનો બનાવ સામે આવ્યો હતો. જોકે મહેસાણા જીલ્લા પોલીસે અસામાજીક પ્રવૃત્તિ આચરતા એક ઇસમને ઝડપી પાડી પાસા હેઠળ અટકાયત કરી સુરત મધ્યસ્થ જેલ મોકલી આપી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામે મહિલા પોલીસકર્મી સાથે ઘર્ષણનો બનાવ સામે આવ્યો હતો. વિસનગર પોલીસ સ્ટેશનમાં ઈસમો સામે ગુનો નોંધવામાં આવેલ છે. મહેસાણા જિલ્લા પોલીસવડા દ્વારા ઇસમોની અસામાજિક પ્રવૃત્તિ ઉપર અંકુશ રહે તે હેતુસર તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની અસરકારક અમલમાં મૂકી તેમના વિરુધ્ધ અસરકારક પગલા લેવા સૂચન કરાયું હતું . આવા અસામાજીક ઇસમો વિરુદ્ધ પાસા અંગે કાર્યવાહી કરતા પાસા હેઠળ અટકાયત કરી સુરત મધ્યસ્થ જેલ મોકલી દેવામાં આવેલ છે.