કાર્યવાહી@ભીલડી: બજારમાં અખાધ વસ્તુઓ મળી આવતા આરોગ્ય વિભાગે 43 વેપારીઓને દંડ ફટકાર્યો

 
આરોગ્યવિભાગ

ભીલડીમાં પકોડી ખાવાથી 16 જેટલા સભ્યોને ખોરાકી ઝેરની અસર થઈ હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ડીસા તાલુકાના ભિલડીમાં ૪ દિવસ પેહલા પાણીપુરી ખાધા બાદ ફુડ પોઈઝનીંગની અસર થઈ હતી ત્યારબાદ આરોગ્ય વિભાગ એક્શનમાં આવતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો જ્યારે ભીલડી ખાતે આવેલા બજારના અલગ અલગ વિસ્તારમાં 2 ટીમો બનાવી ખુલ્લામાં વેચતા ફરસાણ , તળવા માટે એક જ તેલના વારંવાર ઉપયોગ કરનાર , ઠંડા પીણાની દુકાનોમાં એક્સપાયરીડેટ થયેલા ઠંડા પીણા અને નાસ્તા હાઉસ પર ફરસાણના પેકિંગ , કરિયાણા ની દુકાનો તેમજ હાથમાં મોજા પહેરવા સ્વચ્છતાને લઈ ચકાસણી કરવામાં આવી હતી જેમાં ક્ષતિ જણાતાં એકમોને નોટિસ આપી કુલ રૂપિયા.12350 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ કામગીરી લોરવાડા મેડિકલ ઓફિસર નિસર્ગભાઈ જોષી અને ભીલડી પોલીસને સાથે રાખીને આરોગ્યની બે ટીમો દ્વારા દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેને લઈને વેપારીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો હતો. લોરવાડા મેડિકલ ઓફિસર, સુપરવાઈઝર, પંચાયત સ્ટાફ, ભીલડી પોલીસ સાથે કામગીરી કરવામાં આવી હતી જેમાં ભીલડીમાં પકોડી ખાવાથી 16 જેટલા સભ્યોને ખોરાકી ઝેરની અસર થતાં ત્યારબાદ તાત્કાલિક આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું હતું અને 43 વેપારીઓને 12350નો દંડ ફટકાર્યો હતો.