આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

કોરોના મહામારી વચ્ચે આજે ડીસામાં ખાણખનીજે ગેરકાયદેસર રેતી ચોરી જતા 6 ડમ્પરોને ઝડપી પાડ્યા છે. ખાણખનીજ દ્રારા બાતમી આધારે ડીસા ખાતેથી 6 રેતી ભરેલા ડમ્પરો સાથે 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે કસુરદાર વાહનમાલિકો પાસેથી અંદાજે રૂ.9.50 લાખના માતબર દંડની વસુલાત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસાના ભડથ રોડ પર રેતીચોરી કરતા એકસાથે 6 ડમ્પરો ઝડપાયા છે. જીલ્લા ભૂસ્તરશાસ્ત્રીને મળેલી બાતમી આધારે કાર્યવાહી કરવામાં આવતાં રોયલ્ટી પાસ કરતા ગેરકાયદેસર રીતે વધારે સાદીરેતી ખનીજ ચોરી કરતા ડમ્પરો ઝડપાયા હતા. ખાણખનીજે કુલ 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી અને રૂ.9.50 લાખની દંડની કાર્યવાહી હાથ ધરી છે. આજે ઝડપાયેલા ડમ્પરોને ડીસા રૂરલ પોલીસ મથકે રાખવામાં આવ્યા છે

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ખાણખનીજે આજે કરેલી કાર્યવાહી ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખાણખનીજે 6 ડમ્પરોને ડીસા રૂરલ પોલીસ મથકે મુકી દંડનિય કાર્યવાહી હાથ ધરી છે. નોંધનિય છે કે, ગઇકાલે જ ખાણખનીજે શિહોરી ખાતે બિનઅધિકૃત માટીકામ કરતા એક જેસીબી અને એક ટ્રેક્ટરને જપ્ત કરી શિહોરી પોલીસ સ્ટેશને મુકવામાં આવ્યા છે. છેલ્લા અઠવાડીયામાં ખાણખનીજે વિવિધ સ્થળોએ કાર્યવાહી કરી રૂ.1.50 કરોડ જેટલા દંડની વસુલાતની કાર્યવાહી શરૂ કરેલ છે.

આજે ઝડપાયેલા ડમ્પરોની વિગત

છેલ્લા અઠવાડીયામાં ખાણખનીજનો સપાટો

ગત સપ્તાહમાં કાંકરેજ તાલુકાના રાનેર ગામેથી બનાસનદીના પટમાંથી ખનીજચોરી ઝડપી રૂ.10 લાખના દંડની વસુલાત કરી હતી. આ સાથે અમીરગઢ તાલુકાના કીડોતર ખાતેથી એલ એન્ડ ટી કંપનીને પરમીટવાળા વિસ્તારમાં મંજુર કરેલ સાદીમાટીના ખનીજ કરતા વધુ જથ્થાનું ખોદકામ કરતા રૂ.1.15 કરોડના દંડની વસુલાત માટે નોટીસ ફટકારવામાં આવી છે.

07 Jul 2020, 7:38 AM (GMT)

COVID-19 Global Stats

11,854,444 Total Cases
543,666 Death Cases
6,814,657 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code