કાર્યવાહી@હડાદ: પોલીસે કારમાંથી વિદેશી દારૂ સાથે 4.31 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ) કોરોના મહામારી વચ્ચે હડાદ પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. હડાદ પોલીસ મથકનો સ્ટાફ બામોદર ચાર રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન એક શંકાસ્પદ કાર આવતાં તેને રોકી તલાશી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે કારમાંથી 2.28 લાખના વિદેશી દારૂ સાથે કુલ 4.31 લાખનો મુદ્દામાલ ઝડપી
 
કાર્યવાહી@હડાદ: પોલીસે કારમાંથી વિદેશી દારૂ સાથે 4.31 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ)

કોરોના મહામારી વચ્ચે હડાદ પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. હડાદ પોલીસ મથકનો સ્ટાફ બામોદર ચાર રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન એક શંકાસ્પદ કાર આવતાં તેને રોકી તલાશી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે કારમાંથી 2.28 લાખના વિદેશી દારૂ સાથે કુલ 4.31 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાની હડાદ પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. બનાસકાંઠા SP તરૂણ દુગ્ગલે પ્રોહી, જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના કરેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક અગ્રવાલ તથા CPI અસારીના માર્ગદર્શન હેઠળ એમ.બી.જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.

આ દરમ્યાન બામોદર ચાર રસ્તા પાસે એક ઇટીયોસ ગાડી શકમંદ હાલતમાં જણાતાં ગાડીની તલાશી લીધી હતી. જેમાં તપાસ કરતાં પાછળની ડીકીમાંથી ભારતીય બનાવટના વિદેશી બોટલો નંગ-228 કિં.રૂ. 2,28,000, ગાડીની કિંમત રૂપિયા 2,00,000, મોબાઇલ કિ.રૂ.3000 મળી કુલ કિ.રૂ. 4,31,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. હડાદ પોલીસે ગાડીના ડ્રાઈવર ચાલક અને અન્ય એક વિરૂદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.