કાર્યવાહી@મહેસાણા: લોકડાઉન વચ્ચે ટ્રકમાંથી 1.20 લાખનો દારૂ ઝબ્બે

અટલ સમાચાર, મહેસાણા કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે મહેસાણામાં પોલીસે પ્લાસ્ટીકની થેલીઓની આડમાં લઇ જવાતો દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે ટ્રક સહિતના કુલ ૯,૭૨,૫૦૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કાર્યવાહી દરમ્યાન ટ્રકચાલક હાજર નહિ મળતા તેને શોધવા પોલીસે કવાયત હાથ ધરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો મહેસાણા જીલ્લા પોલીસ વડાની
 
કાર્યવાહી@મહેસાણા: લોકડાઉન વચ્ચે ટ્રકમાંથી 1.20 લાખનો દારૂ ઝબ્બે

અટલ સમાચાર, મહેસાણા

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે મહેસાણામાં પોલીસે પ્લાસ્ટીકની થેલીઓની આડમાં લઇ જવાતો દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે ટ્રક સહિતના કુલ ૯,૭૨,૫૦૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કાર્યવાહી દરમ્યાન ટ્રકચાલક હાજર નહિ મળતા તેને શોધવા પોલીસે કવાયત હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લા પોલીસ વડાની સુચનાથી પોલીસ વિજાપુર પો. સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમાં હતી. આ દરમ્યાન આનંદપુરા ચોકડીથી દેરોલ પુલ તરફના રોડ ઉપર એક ટ્રક જતી હતી. ટ્રક ચાલકે પોતાની ટ્રક વિશ્વકર્મા મંદીરથી આગળ જતા ડાબી તરફના રોડ ઉપર ચલાવી લઇ જતો હોઇ જે ટ્રક શંકાસ્પદ જણાતા આગળ રોડ ઉપરથી સરકારી ગાડી પાછી વાળી સદર ટ્રકનો પીછો કર્યો હતો. જેમાં મકરાણી દરવાજા તરફના રોડ ઉપર ઇન્ડીયન ગેસ ગોડાઉન આગળના ભાગે રોડની સાઇડમાં ટ્રક ચાલકે ટ્રક ઉભી રાખેલ હોઇ જે ટ્રક શંકાસ્પદ જણાતા પોલીસે તલાશી લીધી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, તલાશી દરમ્યાન સ્લેકેડ લાઇમ એ ગ્રેડ (ચુના) ની પ્લાસ્ટીકની થેલીઓની આડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટી નંગ.૨૩ જેમાં બોટલ નંગ.૨૭૬ કિ.રૂ.૧,૨૦,૦૦૦નો મુદ્દામાલ ઝડપાયો હતો. આ સાથે મોબાઇલ ફોન નંગ.૨ કિ.રૂ.૨૫૦૦ તથા સ્લેકેડ લાઇમ એ ગ્રેડ (ચુના) ની પ્લાસ્ટીકની થેલીઓમાં ૨૫.૪૫૦ મેટ્રીક ટન વજનની આશરે કિ.રૂ.૫૦,૦૦૦ તેમજ ટ્રક નંબર.RJ.19.GB.5815 કિ.રૂ.૮,૦૦,૦૦૦એમ મળી કુલ કિ.રૂ.૯,૭૨,૫૦૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસ રેઇડ દરમ્યાન ચાલક ટ્રકમાં હાજર નહી મળી આવી ગુન્હો કરેલ હોઇ પોલીસે વધુ તપાસ શરૂ કરેલ છે