કાર્યવાહી@મહેસાણા: પેરોલ ફર્લો સ્કોર્ડે દાહોદ ગેંગના 2 ઇસમને દબોચતાં ચોરીના અનેક ગુના કબૂલ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, પ્રિયકાન્ત શ્રીમાળી કોરોનાકાળ વચ્ચે મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઉત્તર ગુજરાત સહિત બીજા જીલ્લામાં ઘરફોડ ચોરી કરતી ગેંગના બે ઇસમોને દબોચ્યાં છે. પેરોલ ફર્લો સ્કોર્ડ, LCB અને સાયબર સેલ દ્રારા અલગ-અલગ ટીમો બનાવી મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા કવાયત હાથ ધરી હતી. આ દરમ્યાન મહેસાણામાંથી બે ઇસમોને શંકાસ્પદ હાલતમાં ઝડપી યુક્તિ-પ્રયુક્તિથી
 
કાર્યવાહી@મહેસાણા: પેરોલ ફર્લો સ્કોર્ડે દાહોદ ગેંગના 2 ઇસમને દબોચતાં ચોરીના અનેક ગુના કબૂલ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, પ્રિયકાન્ત શ્રીમાળી

કોરોનાકાળ વચ્ચે મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઉત્તર ગુજરાત સહિત બીજા જીલ્લામાં ઘરફોડ ચોરી કરતી ગેંગના બે ઇસમોને દબોચ્યાં છે. પેરોલ ફર્લો સ્કોર્ડ, LCB અને સાયબર સેલ દ્રારા અલગ-અલગ ટીમો બનાવી મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા કવાયત હાથ ધરી હતી. આ દરમ્યાન મહેસાણામાંથી બે ઇસમોને શંકાસ્પદ હાલતમાં ઝડપી યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતાં તેઓ દાહોદ ગેંગના હોવાનું ખુલ્યુ હતુ. આ સાથે અગાઉ કરેલાં ગુનાઓની કબૂલાત કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમા અને મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધવા સુચના આપેલ છે. આ સાથે SPએ વ્યુહાત્મક જગ્યાએ નાકાબંધી અને અસરકારક વાહન ચેકીંગ કરી પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપી હતી. જેને લઇ LCB PI બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ LCBના PSI એસ.બી.ઝાલા, પેરોલ ફર્લો સ્કોર્ડના PSI ડી.એન.વાંઝા અને સાયબર સેલના PSI આઇ.બી.ચૌધરી સહિતના માણસોની અલગ-અલગ ટીમો બનાવાઇ હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તપાસ ટીમને બાતમીદારો અને સાયબલ સેલની મદદથી ગુન્હાઓમાં દાહોદ ગેંગની સંડોવણી હોવાનું માલૂમ પડ્યુ હતુ. જેને લઇ પેરોલ ફર્લો સ્કોર્ડના PSI ડી.એન.વાંઝા સહિતની ટીમે ગઇકાલે મહેસાણાથી બે શંકાસ્પદોને પકડ્યા હતા. જે બાદમાં યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતાં આરોપીઓએ બાવલુ, વિજાપુર, ઊંઝા, અમદાવાદના માંડલ અને બોટાદમાં ચોરીઓ કરી હોવાનું કબૂલ્યુ હતુ.

આ રહ્યાં ઝડપાયેલાં આરોપીઓના નામ

  1. પલાસ વિજય દિપાભાઇ (ઉ.વ.24)
  2. પલાસ નિલેશ ઉર્ફે લીલો સુભાષ નગરસીંગ (ઉ.વ.21), બંને રહે, આમલી ખજુરીયા પોસ્ટ, વડવા, તા.ગરબાડા, જી.દાહોદ

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ 

કાર્યવાહી@મહેસાણા: પેરોલ ફર્લો સ્કોર્ડે દાહોદ ગેંગના 2 ઇસમને દબોચતાં ચોરીના અનેક ગુના કબૂલ્યાં

કાર્યવાહી@મહેસાણા: પેરોલ ફર્લો સ્કોર્ડે દાહોદ ગેંગના 2 ઇસમને દબોચતાં ચોરીના અનેક ગુના કબૂલ્યાં