કાર્યવાહી@ઉ.ગુ: તોલમાપ તંત્રની આકસ્મિક તપાસ, 24 વેપારીઓ પાસેથી 4.23 લાખનો દંડ વસુલાયો

અટલ સમાચાર, મહેસાણા દિવાળીના સમયગાળા દરમ્યાન મહેસાણા જીલ્લા તોલમાપ વિભાગ દ્રારા 11 જેટલા શહેરોમાં મીઠાઇ-ફરસાણાના વેપારીઓ અને ઉત્પાદકોને ત્યાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 24 જેટલા મીઠાઇ-ફરસાણના વેપારીઓ તથા ઉત્પાદકો-પેકરો સામે ધી લીગલ મેટ્રોલોજી એક્ટ-2009ની 54 જોગવાઇઓના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પ્રોસીક્યુશન કેસ કરવામાં આવ્યા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
કાર્યવાહી@ઉ.ગુ: તોલમાપ તંત્રની આકસ્મિક તપાસ, 24 વેપારીઓ પાસેથી 4.23 લાખનો દંડ વસુલાયો

અટલ સમાચાર, મહેસાણા

દિવાળીના સમયગાળા દરમ્યાન મહેસાણા જીલ્લા તોલમાપ વિભાગ દ્રારા 11 જેટલા શહેરોમાં મીઠાઇ-ફરસાણાના વેપારીઓ અને ઉત્પાદકોને ત્યાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 24 જેટલા મીઠાઇ-ફરસાણના વેપારીઓ તથા ઉત્પાદકો-પેકરો સામે ધી લીગલ મેટ્રોલોજી એક્ટ-2009ની 54 જોગવાઇઓના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પ્રોસીક્યુશન કેસ કરવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા તોલમાપ વિભાગ દ્રારા મહેસાણા શહેર, કડી, સતલાસણા, ખેરાલુ, વિસનગર, વિજાપુર, હારીજ, ચાણસ્મા, પાટણ, ઊંઝા અને સિધ્ધપુરમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં 24 મીઠાઇ-ફરસાણના વેપારીઓ પૈકી 17 વેપારીઓ સામે મીઠાઇમાં વજન ઓછું આપવા બાબત, 11 વેપારીઓ સામે સીલબંધ પેકેજો ઉપર નિયમો મુજબના ફરજીયાત કરવાના નિર્દેશનો ન કરવા બાબત, 16 વેપારીઓ સામે ઉત્પાદક-પેકર તરીકે રજીસ્ટ્રેશન ન કરાવવા બાબતે, 5 વેપારીઓ સામે નિયમ સમયમર્યાદામાં વજનમાપ સાધનો ચકાસણી-મુદ્રાંકન ન કરાવવા બાબતે કાર્યવાહી કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તોલમાપ વિભાગે 2 વેપારીઓ સામે છાપેલ કિંમતમાં ચેકચાક કરવા અને 3 વેપારીઓ સામે વજનમાપ કાયદાની અન્ય જોગવાઇઓની ગેરરીતી જણાતાં કાર્યવાહી કરી છે. તંત્રએ કુલ-24 વેપારીઓ-ઉત્પાદકો સામે ધી લીગલ મેટ્રોલોજી એક્ટ-2009ની જોગવાઇઓના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરી પ્રોસીક્યુશન કેસ કરી 4.23 લાખનો દંડવસૂલ કરવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યવાહી મહેસાણા જીલ્લા તોલમાપ અધિકારી અને સમગ્ર સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત રીજીયનના નાયબ નિયંત્રકનો ચાર્ચ સંભાળતાં એન.એમ.રાઠોડ, જીલ્લામાં નિરીક્ષકો એસ.વી.પટેલ, જૈમિન ગજ્જર, મિતુલ પ્રજાપતિ, પ્રિયંક ચૌધરી, વિકાસ ચૌધરી તથા મહમદઅલી આગલોડીયાએ હાજર રહી કાર્યવાહી કરી હતી. આ સિવાય નાયબ નિયંત્રક તરીકે રાઠોડ દ્રારા બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટ જીલ્લામાં પણ આકસ્મિક તપાસો હાથ ધરી પેકેજ ઉપર છાપેલ કિંમત કરતાં વધુ ભાવ વસૂલતાં 6 વેપારીઓ, મીઠાઇ-ફરસાણમાં વજન ઓછું આપતાં 3 વેપારીઓ અને પેકેજ પર છાપેલ કિંમત સાથે ચેડા કરવા બદલ 2 વેપારીઓ સામે કાયદસેરની કાર્યવાહી હાથ ધરી હતી.