કાર્યક્રમ@અમદાવાદ: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અત્યાધુનિક 300 નવી બસોનું કર્યું લોકાર્પણ

 
હર્ષ સંઘવી
આ બસોમાં સુપર એક્સપ્રેસ, સેમી લગઝરી ગુર્જર નગરી, સેમી સ્લીપરનો સમાવેશ થાય છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભાની ચૂંટણીમાં હવે થોડા જ દિવસો બાકી છે. ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ ખાતે પહોંચ્યા હતા.તેઓએ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એસ.ટી બસનો લોકાર્પણના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં તેઓએ 300 નવી બસોનું લોકાર્પણ કર્યું હતું.

હર્ષ સંઘવીએ અમદાવાદ એસ. ટી વિભાગને 301 બસોની ભેટ આપી છે. આ બસો અત્યાધુનિક સુવિધાઓ ધરાવે છે. આ બસોમાં સુપર એક્સપ્રેસ, સેમી લગઝરી ગુર્જર નગરી, સેમી સ્લીપરનો સમાવેશ થાય છે. વધુમાં તેમણે આ કાર્યક્રમમાં ગુજરાત એસ. ટીની કામગીરીના વખાણ કર્યા હતા. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે અમદાવાદ ખાતેથી 300 અત્યાધુનિક સુવિધાવાળી બસો ગુજરાતની જનતાની સેવ માટે મૂકવામાં આવી છે. આ બસો કચ્છથી લઈને અંબાજી સુધી, ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ સુધી ગુજરાતને જોડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતની સરકારે નવો ઇતિહાસ રચ્યો છે. આ ઇતિહાસ સર્જવા પાછળ ગુજરાત એસ. ટી ના કર્મચારી, ગુજરાત એસ. ટી નો પરિવારએ સાથે મળીને કામ કરીને ગુજરાત એસ. ટી માં એક મોટો સુવિધાનો ઉમેરો કર્યો છે.

આગળ તેમણે ગુજરાત એસ. ટીની કામગીરી વિશે વાત કરતા કહ્યું હતું કે, છેલ્લા 15 મહિનામાં ગુજરાત એસ. ટીના કર્મચારીઓએ વર્ક શોપમાં તનતોડ મહેનત કરીને ગુજરાતના નાગરિકોની સેવામાં 1700 થી વધુ બસો ઉપલબ્ધ કરાવી છે. પહેલા જે રોજિંદા 25 લાખ જેટલા યાત્રાળૂઓ લોકલ સરકારી વાહન વ્યહવારનો ઉપયોગ કરતાં હતા તે આંકડો હવે 27 લાખ સુધી પહોંચ્યો છે.ગુજરાત સરકારે સંકલ્પ લીધો છે કે વધુમાં વધુ નાગરિકો સરકારી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકે.