આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, ભાભર

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રઇ મોદીના 71માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે શંકરભાઇ ચૌધરીના માર્ગદર્શન અનુસાર ભાભર તાલુકાના વજાપુર જુના ગામે ભારતીય જનતા પાર્ટી ભાભર તાલુકા દ્વારા આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં 210 થી વધુ દર્દીઓની તપાસ કરવામાં આવેલ તેમજ સાથે સાથે ગ્રામજનોને વૃક્ષનું મહત્વ વિશે મહાનુભાવો દ્વારા સમજાવવામાં આવ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના ગામે તાલુકા ભાજપ દ્રારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ભાભર તાલુકાના મહામંત્રીશ્ માનજીભાઈ પટેલ, વાઘજીભાઈ દેસાઈ, મંત્રી દશરથભાઈ વ્યાસ વકીલ, યુવા મોરચાના મહામંત્રી શિવરામભાઇ પ્રજાપતિ, ગોવિંદભાઇ ચૌધરી, ઈશ્વરભાઈ ઠાકોર, રામભાઈ દેસાઈ ડેલીગેટ, વિક્રમભાઈ દવે ભાજપના તમામ હોદ્દેદારો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ કેમ્પમાં ડૉ. હાર્દિકભાઈ રાવલ (રોશની હોસ્પિટલ ભાભર), માનસુંગભાઈ દેસાઈ અને જીગરભાઈ જોષી (રાજારામ હોસ્પિટલ ભાભર) એ તેમની સેવાઓ આપી હતી. ભાભર તાલુકા ભાજપ દ્વારા તા.17/9/2021 થી તા.7/10/2021 સુધી સેવા અને સમર્પણ કાર્યક્રમ દ્વારા તાલુકામાં અનેકવિધ કાર્યક્રમો થઈ રહેલા છે. આ તમામ કાર્યક્રમોના ઇન્ચાર્જ તરીકે દશરથભાઈ વ્યાસ તથા રણછોડભાઈ ચૌધરી દ્વારા ખૂબ જ પ્રયત્ન કરી અને કાર્યક્રમ સફળ થાય તે માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code