આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી)

ચાણસ્મા તાલુકાના પલાસર સ્થિત આર્ટ્સ કોલેજમાં કોવિડ ગાઇડલાઇન સાથે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ગુરૂમહિમા વિશે સુંદર વિચારો રજૂ કર્યા હતા. આ સાથે કોલેજના પ્રોફેસરોએ પણ ગુરૂના વિચારો જીવના કેવી રીતે આચરણમાં મુકવા અને ગુરૂનું મહત્વ સમજાવ્યુ હતુ. આ સાથે કોલેજના આચાર્યએ ગુરૂ મહત્વ સમજાવી પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના પલાસર સ્થિત શાંત અને રમણિય વાતાવરણમાં આવેલ શ્રીમતી પી.આર.પટેલ આર્ટ્સ કોલેજમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. પલાસર કોલેજમાં કોવિડની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગાઇડલાઇનના પાલન સાથે કાર્યક્રમ યોજાયો હતો.

ગત તા.24/7/2021ના રોજ કોલેજમાં આયોજીત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ગુરૂમહિમા વિશે પોતાના સુંદર વિચારો રજૂ કર્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જેમાં કોલેજના પ્રોફેસર ડો.મહેન્દ્રભાઇ પટેલ અને ડો.વિષ્ણુભાઈ બી. પટેલે ગુરૂના વિચારો જીવનમાં કેવી રીતે આચરણમાં મૂકવા, ગુરૂનું મહત્વ વગેરે વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું. આ સાથે કોલેજના પ્રિન્સિપાલ ડો.આરતીબેન પટેલે ગુરૂમહત્વ વિષે સમજાવી પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ડો.મમતાબેન વી.પંડીતે રસાળ વાર્તાલાપ સાથે કર્યું હતું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code