કાર્યક્રમ@ડીસા: લાયન્સ ક્લબ દ્રારા પોલીસ કર્મચારીઓનો મેડીકલ કેમ્પ યોજાયો

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) લાયન્સક્લબ ઓફ ડીસા દ્વારા ડીસા ટી.સી.ડી મેદાનમાં પોલીસ કર્મચારીઓનો મેડીકલ કેમ્પ યોજાયો. સમગ્ર ગુજરાતમાં પોલીસની કામગીરીની જનજીવન પ્રભાવિત બન્યું છે. રાત દિવસ પોલીસ પોતાની ફરજ પર વફાદાર બનીને જનતાને સુરક્ષા વ્યવસ્થા પુરી પાડી રહ્યા છે. ઓછાં મહેનતાણું મલતુ હોવા છતાં હંમેશા લોકોની સેવા કરવા તત્પર રહેતાં આપણાં પોલીસ કર્મચારીઓ દ્વારા
 
કાર્યક્રમ@ડીસા: લાયન્સ ક્લબ દ્રારા પોલીસ કર્મચારીઓનો મેડીકલ કેમ્પ યોજાયો

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

લાયન્સક્લબ ઓફ ડીસા દ્વારા ડીસા ટી.સી.ડી મેદાનમાં પોલીસ કર્મચારીઓનો મેડીકલ કેમ્પ યોજાયો. સમગ્ર ગુજરાતમાં પોલીસની કામગીરીની જનજીવન પ્રભાવિત બન્યું છે. રાત દિવસ પોલીસ પોતાની ફરજ પર વફાદાર બનીને જનતાને સુરક્ષા વ્યવસ્થા પુરી પાડી રહ્યા છે. ઓછાં મહેનતાણું મલતુ હોવા છતાં હંમેશા લોકોની સેવા કરવા તત્પર રહેતાં આપણાં પોલીસ કર્મચારીઓ દ્વારા પોતાની ફરજ દરમિયાન પોતાના શરીરનું પણ ધ્યાન રાખી શકતા નથી. જેને લઇને પોલીસ કર્મચારીઓને બિમારીઓનો સામનો કરી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ડીસા લાયન્સ ક્લબ ઓફ ડીસા દ્વારા પોલીસ પરીવારની ચીંતા કરીને આજે ડીસાના ટી.સી.ડી મેદાનમાં આજે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા ડિવિઝન પોલીસ મિત્રોના મેડિકલ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઇ ઉતર પોલીસ સ્ટેશનના પી આઈ તાલુકા પી આઈ તથા તમામ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. પોલીસ મિત્રોના ડાયાબીટીસ બી પી તથા અન્ય લાગતી બિમારીની તપાસ કરવામાં આવી હતી. પોલીસ મિત્રોની મેડીકલ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવતાં પોલીસ કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.