કાર્યક્રમ@ગુજરાત: GBYVS દ્રારા 4 સ્થળે સ્થાનિક હોદ્દેદારોનું સ્નેહ મિલન યોજાયું

અટલ સમાચાર, મહેસાણા(પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોના મહામારી વચ્ચે આજે ગુરૂબ્રાહ્મણ યુવા વિકાસ સંગઠન દ્રારા વિવિધ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે સ્થાનિક હોદ્દેદારોનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મહેસાણા-પાટણ, ચાંદખેડા, અમદાવાદ અને ગાંધીનગરમાં સ્થાનિક હોદ્દેદારો કોવિડ ગાઇડલાઇનને અનુસરીને ઉપસ્થિત રહી આગામી આયોજનોની ચર્ચા કરી હતી. જેનું આયોજન સ્થાનિક ઇન્ચાર્જો દ્રારા કરવામાં આવ્યુ હતુ. અટલ સમાચાર આપના
 
કાર્યક્રમ@ગુજરાત: GBYVS દ્રારા 4 સ્થળે સ્થાનિક હોદ્દેદારોનું સ્નેહ મિલન યોજાયું

અટલ સમાચાર, મહેસાણા(પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોના મહામારી વચ્ચે આજે ગુરૂબ્રાહ્મણ યુવા વિકાસ સંગઠન દ્રારા વિવિધ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે સ્થાનિક હોદ્દેદારોનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મહેસાણા-પાટણ, ચાંદખેડા, અમદાવાદ અને ગાંધીનગરમાં સ્થાનિક હોદ્દેદારો કોવિડ ગાઇડલાઇનને અનુસરીને ઉપસ્થિત રહી આગામી આયોજનોની ચર્ચા કરી હતી. જેનું આયોજન સ્થાનિક ઇન્ચાર્જો દ્રારા કરવામાં આવ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુરૂબ્રાહ્મણ યુવા વિકાસ સંગઠન (GBYVS) પરિવાર દ્રારા આજે 13/09/2020 રવિવારના રોજ મહેસાણા/પાટણ, ચાંદખેડા, અમદાવાદ, ગાંધીનગરમાં સ્થાનિક હોદ્દેદારોની મીંટીંગ-સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મહેસાણામાં ઇન્ચાર્જ વિપુલભાઇ શ્રીમાળી, ચાંદખેડામાં ઇન્ચાર્જ ભરતભાઇ શ્રીમાળી, ગાંધીનગરમાં ઇન્ચાર્જ સુબોધભાઇ દવે અને અમદાવાદમાં ઇન્ચાર્જ કુલદિપક શ્રીમાળી દ્રારા તમામ કાર્યક્રમનું સુંદર રીતે સંચાલન કરવામાં આવ્યુ હતુ.

કાર્યક્રમ@ગુજરાત: GBYVS દ્રારા 4 સ્થળે સ્થાનિક હોદ્દેદારોનું સ્નેહ મિલન યોજાયું

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં ગુરૂબ્રાહ્મણ યુવા વિકાસ સંગઠન (GBYVS) પરિવાર દ્રારા લોકડાઉનમાં કરાયેલી સામાજીક પ્રવૃતિઓની માહિતી આપવામાં આવી હતી. આ સાથે GBYVS દ્રારા લોકડાઉન દરમ્યાન 150 પરિવારને કરેલ કીટ અને રોકડ સહાય , ઓનલાઇન ક્વિઝ, યુ ટ્યુબમાં થયેલ 1000 સબસ્ક્રાઇબરની માહિતી આપવામાં આવી અને સાથે મળીને ભવિષ્યમાં સમાજલક્ષી આયોજનની ચર્ચા કરવામાં આવી. આજના કાર્યક્રમમાં ખાસ ફરજીયાત તમામ આગેવાનો અને સભ્યોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યુ હતુ.