કાર્યક્રમ@કાંકરેજ: પ્રાથમિક શાળામાં તેજસ્વી તારલાં સન્માન સમારોહ યોજાયો

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) કાંકરેજ તાલુકાના ગામે પ્રાથમિક શાળામાં કર્મચારી મંડળ દ્રારા બીજો તેજસ્વી તારલાં સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ, શિક્ષકો, આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રથમપ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર બાળકને શિલ્ડ એનાયત કરી પ્રમાણપત્રો, સ્કુલ બેગ, બોલપેન સહિત દાતાઓ દ્વારા આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા
 
કાર્યક્રમ@કાંકરેજ: પ્રાથમિક શાળામાં તેજસ્વી તારલાં સન્માન સમારોહ યોજાયો

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) 

કાંકરેજ તાલુકાના ગામે પ્રાથમિક શાળામાં કર્મચારી મંડળ દ્રારા બીજો તેજસ્વી તારલાં સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ, શિક્ષકો, આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રથમપ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર બાળકને શિલ્ડ એનાયત કરી પ્રમાણપત્રો, સ્કુલ બેગ, બોલપેન સહિત દાતાઓ દ્વારા આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યક્રમ@કાંકરેજ: પ્રાથમિક શાળામાં તેજસ્વી તારલાં સન્માન સમારોહ યોજાયો

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના માનપુર(શિ) પ્રાથમિક શાળામાં તેજસ્વી તારલાં સન્માન સમારોહ યોજાયો હતો. માનપુર(શિ) કર્મચારી મંડળ દ્રારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લાના મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, તાલુકા પંચાયત પ્રમુખ તેજાભાઇ દેસાઈ, કર્મચારી મહામંડળના પ્રમુખ ગાંડાજી વાઘેલા, અગરસિંહ વાઘેલા સામાજિક અગ્રણી, જીલ્લા પંચાયત સદસ્ય બચુજી મકવાણા, મુકેશસિંહ વાઘેલા તાલુકા પંચાયત સદસ્ય, ગોવિંભાઈ જોષી, ઉદેસિંહ વાઘેલા (લુણપુર માધ્યમિક શાળા શિક્ષક) રણુંભા વાઘેલા,. રેખુભા વાઘેલા (પૂર્વ ડેપ્યુટી સરપંચ) દિલુભા લેબુજી, અમરતસિહ વાઘેલા, હરેશભાઈ પરમાર (આચાર્ય માનપુર શિ.પ્રાથમિક શાળા) વનરાજસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ@કાંકરેજ: પ્રાથમિક શાળામાં તેજસ્વી તારલાં સન્માન સમારોહ યોજાયો

આ પ્રસંગે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર બાળકને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે પ્રમાણપત્રો, સ્કુલબેગ, બોલપેન સહિત દાતાઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહાનુભવો દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. જેમાં શિક્ષાગુરૂ એટલે જ સાચો શિક્ષક તરીકે બાળકો માટે ઉપયોગી સાબિત થાય છે. આ બીજા તેજસ્વી તારલા સન્માન સમારોહમાં માનપુર(શિ) ગામના આઠ જેટલા કર્મચારીઓ નોકરી કરે છે અને એમને પોતાના એક આગવા અંદાજમાં બાળકોને દાતાઓ તરફથી સહયોગ મળશે એવા પ્રયાસો કરી દર વર્ષે તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ માટે બીડુ ઉઠાવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ પ્રજાપતિએ કર્યું હતું.

કાર્યક્રમ@કાંકરેજ: પ્રાથમિક શાળામાં તેજસ્વી તારલાં સન્માન સમારોહ યોજાયો