કાર્યક્રમ@મહેસાણા: ઉચ્ચત્તર માઘ્યમિક શાળાના 210 શિક્ષકોને નિમણુંક પત્રો એનાયત કરાયા

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોના કહેર વચ્ચે જિલ્લા કલેક્ટર કચેરી મહેસાણા ખાતે શિક્ષણ વિભાગ તથા નિયામકની શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી અન્વયે નિમણૂંક પત્ર એનાયત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહેસાણા જિલ્લાના 210 શિક્ષણ સહાયકોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા
 
કાર્યક્રમ@મહેસાણા: ઉચ્ચત્તર માઘ્યમિક શાળાના 210 શિક્ષકોને નિમણુંક પત્રો એનાયત કરાયા

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના કહેર વચ્ચે જિલ્લા કલેક્ટર કચેરી મહેસાણા ખાતે શિક્ષણ વિભાગ તથા નિયામકની શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી અન્વયે નિમણૂંક પત્ર એનાયત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહેસાણા જિલ્લાના 210 શિક્ષણ સહાયકોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ સહિતના અધિકારીઓ દ્વારા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતાં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા કલેક્ટર એચ.કે.પટેલે નિમણૂંક પામેલ તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, સમાજના સર્વાંગી વિકાસમાં શિક્ષકની ભૂમિકા અતિ મહત્વની હોય છે. હાલ ચાલી રહેલ કોરોના મહામારીમાં પણ શિક્ષણ વિભાગ દ્વારા ઉત્તમ કામગીરી થઈ રહી છે અને કર્તવ્યનિષ્ઠા આ શ્રેષ્ઠ વારસાને આગામી સમયમાં પણ આપ સૌ જાળવી રાખશો તેવી સૌને આશા છે.શિક્ષણ થકી આપ સૌ ભારતને વિશ્વ ગુરૂ સુધી પહોંચાડશો અને દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં તમારું પાયાનું યોગદાન રહે તેવી જિલ્લા કલેક્ટરશ્રીએ આ તકે અભ્યર્થના વ્યક્ત કરી હતી.

કાર્યક્રમ@મહેસાણા: ઉચ્ચત્તર માઘ્યમિક શાળાના 210 શિક્ષકોને નિમણુંક પત્રો એનાયત કરાયા

આ સાથે જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ જણાવ્યું હતું કે, શિક્ષણ થકી ઉન્નત સમાજનું નિર્માણ થાય છે. શિક્ષકે હમેશાં વિધાર્થી રહી સતત શીખતા રહેવું જોઇએ જેથી ભાવી પેઢીના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકાય. આ પ્રસંગે શિક્ષક સહાયક તરીકે નિમણૂક પામેલ ઉમેદવારોએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં પણ સરકારે પારદર્શી અને ન્યાયપૂર્ણ રીતે ભરતી પ્રક્રિયા આગળ ધપાવી અમને રોજગારી પુરી પાડી એ બદલ મુખ્યમંત્રી તથા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમ@મહેસાણા: ઉચ્ચત્તર માઘ્યમિક શાળાના 210 શિક્ષકોને નિમણુંક પત્રો એનાયત કરાયા

આ ઉપરાંત આવી વિકટ પરિસ્થિતિમાં પણ ભરતીની પ્રક્રિયા ઓનલાઈન હાથ ધરી ઝડપથી સૌને રોજગારી પ્રાપ્ત થાય તે દિશામાં કરવામાં આવેલ ત્વરિત કાર્યવાહી માટે ભરતી પ્રક્રિયામાં જોડાયેલ દરેકને તમામ ઉમેદવાર વતી અભિનંદન સરકારને અભિનંદન પાઠવ્યા હતા. શિક્ષણ વિભાગ તથા નિયામક શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા યાજોયેલ કાર્યક્રમ અંતર્ગત અનુંદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક નિમણૂંકપત્ર એનાયત કાર્યક્રમ પ્રસંગે શિક્ષણ વિભાગમાંથી મદદનીશ નિયામક તરૂલત્તાબેન જિલ્લા શિક્ષણાધિકારી ડો.એ.કે. મોઢ, મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિાકારી ગૌરાંગ વ્યાસ સહિત નિમણુંક પામેલ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ@મહેસાણા: ઉચ્ચત્તર માઘ્યમિક શાળાના 210 શિક્ષકોને નિમણુંક પત્રો એનાયત કરાયા