આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

નાયબ મુખ્યમંત્રીએ પરિવાર સહિત દેવસ્થાનોમાં પૂજા અર્ચના કરી કોરોના મુકત ગુજરાત માટે કરી પ્રાર્થના

કોરોના કહેર વચ્ચે આજે નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના ધારાસભ્ય નીતિનભાઇ પટેલના 66માં જન્મદિવસની ઉજવણી કરાઇ હતી. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ થકી જન્મ દિવસની ઉજવણી મહેસાણા જિલ્લા સહિત મહેસાણા અને કડી શહેર ખાતે કરાઇ હતી. જેમાં ખાસ કરીને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. કડી અને મહેસાણા ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવસેવાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના ધારાસભ્ય નીતિનભાઇ પટેલનો આજે જન્મદિવસ છે. આજે નાયબ મુખ્યમંત્રીના વતન કડી ખાતે શ્રી સત્તાવીસ સમાજ સરદાર યુવક મંડળ કડી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. મહેસાણા જિલ્લાના કડી ખાતે વિવિધ સ્થળોએ યોજાયેલ રક્તદાન કેમ્પમાં ઉત્સાહપુર્વક રક્તદાતાઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત કડી ખાતે નાયબ મુખ્યમંત્રીએ પરિવાર સહિત શહેરના વિવિધ ધાર્મિક સ્થળોએ પુજા અર્ચના કરી રાજ્યના પ્રજાજનોના આરોગ્યની સુખાકારી માટે આશિર્વાદ મેળવ્યા હતા અને ગુજરાત કોરોનામુક્ત બને એ માટે પ્રાર્થના કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આજે નાયબ મુખ્યમંત્રીએ કડી ટાઉનહોલ ખાતે ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત કડીના વિવિધ ધાર્મિક સ્થળો યવતેશ્વર મહાદેવ મંદિર, ગાયત્રી મંદિર, રામજી મંદિર અને ભાગ્યોદય હોસ્પિટલ, સ્વામી વિવેકાનંદ લાયબ્રેરી સહિતના વિવિધ સ્થળોએ યોજાયેલ રક્તદાન કેમ્પની મુલાકાત લીધી હતી. આ સાથે કડી ખાતે ભાગ્યોદય હોસ્પિટલ ખાતે શ્રી પુષ્ટી પરિવારના શુભ આશિષ અને આર્થિક સહયોગથી રૂ.30 લાખની કિંમતની આઇ.સી.યુ ઓન વ્હીલ્સ સહિત મોબાઇલ ડીસ્પેન્સરીનું લોકાર્પણ પણ નાયબ મુખ્યમંત્રીએ કર્યું હતું.

આ સાથે મહેસાણા શહેરમાં નાયબ મુખ્યમંત્રીના જન્મદીન નિમીતે વિવિધ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત સંસ્થાઓ દ્વારા પણ સેવાકીય કાર્યોનું આયોજન કરાયું હતું. મહેસાણા શહેર ખાતે કમળબા હોલ ખાતે જાયન્ટ્સ ગ્રુપ અને ક્રેડાઇ દ્વારા આયોજીત રક્તદાન કેમ્પની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત રામદેવ પાર્ટી પ્લોટ ખાતે રક્તદાન કેમ્પ સહિત આત્મરામ કાકા ફીઝીયોથેરાપી સેન્ટર ખાતે હાડકાંના રોગોના વિનામુલ્યે નિદાન માટે યોજાયેલ કેમ્પની મુલાકાત કરી હતી. મહેસાણા શહેરના માધવ મંદિર ખાતે પૂજા અર્ચના કરી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code