આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા જિલ્લામાં 72મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવે હાજર રહ્યા હતા. જેમાં તેમને પૂજ્ય બાપૂ,સરદાર પટેલ,સુભાષચંદ્ર બોઝ અને શ્યામજી કૃષ્ણવર્મા જેવા અનેક નામી અનામી સ્વાંતંત્ર્ય વીરોને યાદ કર્યા હતા.  આ કાર્યક્રમમાં પોલીસ પ્લાટુન દ્વારા માર્ચ પાસ્ટ અને હર્ષધ્વનિ કરાઇ હતી. જિલ્લા પોલીસ કચેરી દ્વારા પોલીસ ડોગ (બાદશાહ દ્વારા) શો અને પોલીસ માઉન્ટેડ શો  જેમાં સિંગલ ટેન્ટ પેગીંગ, ટીમ ટેન્ટ પેગીંગ,ઇન્ડિયન ફાઇલ અને ટ્રીપલ પેગીંગ દુધી રીંગ અને પેંગ દિલધડક રીતે રજુ કરાયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

 આ ધ્વજવંદન કાર્યક્રમમાં મંત્રી વિભાવરીબેન દવેએ ઉમેર્યું હતું કે જનશક્તિ સર્વોપરી છે અને તેમના સહયોગથી વિકાસની ઇમારત ચણાતી હોય છે. દેશ અને રાજ્યએ જનશક્તિના સહયોગથી કોરોના સામે મક્કમ મુકાબલો કર્યો છે જેના પરીણામે રાજ્યનો રીકવરી રેટ 96 ટકાથી પણ વધારે થયો છે. આ પ્રસંગે કોરોના વેક્સિન વિષે સંબોધનમાં કહ્યુ હતુ કે, બે સ્વદેશી રસીઓના આવિષ્કાર થકી વૈજ્ઞાનિકોએ દુનિયાને રાહ ચીંધી છે. દેશવાસીઓને સુરક્ષિત રાખવા માટે  સુવ્યવસ્થિત અને આયોજનબધ્ધ રીતે રસી અપાઇ રહી છે. કોરોનાની વૈશ્વિક મહામારી સામેની આપણી મહેનતના પરીણામની નોંધ વિશ્વ આરોગ્ય સંસ્થા,સુપ્રિમ કોર્ટ અને આઇ.આઇ.એમ દ્વારા લેવાઇ છે.

આ કાર્યક્રમમાં સંસદ સભ્ય  શારદાબેન પટેલ,ધારાસભ્ય રમણભાઇ પટેલ જિલ્લા કલેકર એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ,નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ,અગ્રણી જશુભાઇ પટેલ, પુર્વ સંસદ નટુજી ઠાકોર, સહિત જિલ્લાના અધિકારીઓ,પદાધિકારીઓ તથા અન્ય નાગરિકો હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code