આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહેસાણા અને જોરણંગ ખાતે સંવેદના દિવસ -સેવા સુતા કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે કોરોના દરમ્યાન વાલીનું છત્ર ગુમાવનાર બાળકોના વાલી બની નોંધારાનો આધાર આ સરકાર બની છે. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં સુશાશન દિવસની ઉજવણી નહિ પરંતુ જનહિતકારી યોજનાઓને થકી છેવાડાનો માનવીનો વિકાસ થાય તે અમારો ધ્યેય છે. નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે, કોરોનાના આ કપરા સમયમાં વિકાસયાત્રાને અટકવા દીધી નથી. રાજ્યમાં દોઢ લાખ કરોડથી વધુ વિકાસના કામો થઇ રહ્યા છે તેમ જણાવી ઉમેર્યું હતું કે ગુજરાતનો વિકાસ,પ્રગતિ,સુખ શાંતિ,સલામતી અને ગૌરવ આગળ વધે તે કાર્યપ્રણાલીથી સરકાર સૌના સાથ સૌના વિકાસથી કામ કરી રહી છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે, કોરોનાની મહામારીમાં હજારો વ્યક્તિઓને જીવન ગુમાવ્યું છે તેમના બાળકો પ્રત્યે સંવેદના દાખવી માસિક રૂ ૪૦૦૦ અને કોઇ એક વાલી અવસાન પામલે હોય તો માસિક રૂ.૨૦૦૦ની સહાય સરકાર દ્વારા આપવાની શરૂઆત થઇ છે. મહેસાણા જિલ્લામાં ૧૩૨ જેટલા બાળકોની ઓળખ થઇ છે જેઓને આ સહાય અપાઇ રહી છે. નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે, કોરોના સમયમાં પ્રજાને મુશ્કેલી કે અગવડ વેઠવી ન પડે તે માટે સરકારે અનેક કાર્યો કર્યા છે. આત્મનિર્ભર યોજના,વીજળીના બીલની માફી,હોસ્પિટલોની સુવિધા,આરોગ્યની સુખાકારી સુવિધાઓમાં કટિબધ્ધતા સહિત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૮૦ કરોડ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરી સંવેદના દાખવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ના લાભાર્થી બાળકો સાથે સંવેદનાસભર સંવાદ યોજી તેમની સાથે મહેસાણા શહેર ખાતે ભોજન કર્યું હતું.આ ઉપરાંત બાળ સેવા યોજનાના લાભાર્થીઓને સહાય ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં સેવા સેતુ અંતર્ગત વિવિધ પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત લાભાર્થીઓને રેગ પીકર્સ આરોગ્ય રક્ષણ કીટ સહિત ગંગા સ્વરૂપા આર્થિ સહાય યોજનાઓના હુકમ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નવપરણિત યુગલ રીતેશ અને માનસી મોદી સાથે મુલાકાત કરી તેમણે લગ્ન પ્રમાણપત્ર સ્થળ પર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જન્મદિવસની મહેસાણા જિલ્લા સહિત સમગ્ર રાજ્યના કાર્યકરો, નાગરિકો તેમજ વહીવટીતંત્ર વતી શુભકામનાઓ પાઠવી હતી.

કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમપ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલ, અગ્રણી જશુભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, પુર્વ સંસદ નટુજી ઠાકોર, એ.પી.એમ.સી ચેરમેન ખોડાભાઇ પટેલ, પુર્વ મંત્રી ઇશ્વરસિંહ મકવાણા, નગરપાલિકા ઉપપ્રમુખ કાનજીભાઇ દેસાઇ, કારોબારી સમિતિના કૌશિકભાઇ વ્યાસ, અગ્રણી જે.એફ.ચૌધરી, મુકેશભાઇ પટેલ, જીવાભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, લાભાર્થીઓ અને પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code