આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર (પ્રિયકાન્ત શ્રીમાળી)

આમ આદમી પાર્ટી દ્રારા આજે બનાસકાંઠા જીલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રદેશ વરિષ્ઠ ઉપાધ્યક્ષના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ઉપસ્થિત રહેલાં પ્રદેશ ઉપાધ્યક્ષે સંગઠન મજબૂત કરવા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂતાઇની લડવા માટેની વાત રજૂ કરી હતી. આ સાથે દિલ્હી મોડલ ગુજરાતમાં લાગુ કરવાને લઇ આવનારી ચૂંટણીમાં પાર્ટી 80% શિક્ષિત યુવાનોને જ ટીકીટ આપશે તેવી જાહેરાત કરી છે. બનાસકાંઠા જીલ્લામાં આમ આદમી પાર્ટીની સક્રિયતા જોતાં આગામી દિવસોની ચૂંટણીને લઇ અત્યારથી જ રાજકારણ ગરમાયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લા આમ આદમી પાર્ટીનુ જીલ્લા કાર્યાલય મુખ્યમથક પાલનપુર ખાતે શરૂ કરવામાં આવ્યુ છે. પાલનપુરમાં ડીસા હાઇવે પર આવેલા તિરૂપતિ કોમ્પલેક્ષમાં બીજા માળે એફ-16/17માં કાર્યાલયનું ઉદ્ઘાટન આજે પ્રદેશ વરિષ્ઠ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ભેમાભાઇએ શુભેચ્છાઓ આપી દિલ્હી મોડલ ગુજરાતમાં લાગુ કરવા વિશે માહીતી આપી હતી. તેમણે જણાવ્યું હતુ કે, આમ આદમી પાર્ટી દ્રારા શિક્ષણ, આરોગ્ય, લાઇટ, પાણી, રોડ-રસ્તાં, ખેડૂતો, યુવાનો, શોષિતો-વંચિતો અને પારદર્શક વહીવટ માટે કામ કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઇ નાભાણી દ્રારા સંગઠન મજબૂત કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે બધાને સાથે રાખી અને લોકોને વિશ્વાસ આપવા લોકહિતોના કામો કરવા પડશે તેવું જણાવ્યું હતુ. આ તરફ જીલ્લા પ્રમુખ મેલાજી ઠાકોર દ્રારા સંગઠન મજબૂત બનાવવાની અને બધા સાથીઓને સાથે રાખવાની ખાતરી આપવામાં આવી હતી. તેમજ આવનારી પાલનપુર અને ડીસા પાલિકાની ચૂંટણીમાં મજબૂતાઇથી લડીને જીતીશુ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પ્રદેશ વરિષ્ઠ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઇ નાભાણી, જીલ્લા પ્રમુખ મેલાજી ઠાકોર, જીલ્લા મહિલા ઉપપ્રમુખ પ્રિયકાંબા સહિત જીલ્લા, તાલુકા અને શહેરના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકેશભાઇ ખડાલાએ અને આભારવિધિ દશરથજી ઠાકોર દ્રારા કરવામાં આવી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code