કાર્યક્રમ@પાલનપુર: ગુરૂબ્રાહ્મણ સમાજની સામાન્ય સભામાં નવિન હોદ્દેદારો નિમાયા

અટલ સમાચાર, પ્રિયકાન્ત શ્રીમાળી કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા જીલ્લા ગુરૂબ્રાહ્મણ સમાજની સાધારણ સભા મંગલમ્ શૈક્ષણિક સંસ્થામાં મળી હતી. જેમાં માતૃસંસ્થાના જીલ્લા ઘટકમાં નવિન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં સતત ત્રીજી વાર સમાજના વરિષ્ઠ આગેવાન અરવિંદભાઇ ચૌરાસિયાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. આ સાથે સંસ્થામાં નવિન રૂમનું દાતાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. આ
 
કાર્યક્રમ@પાલનપુર: ગુરૂબ્રાહ્મણ સમાજની સામાન્ય સભામાં નવિન હોદ્દેદારો નિમાયા

અટલ સમાચાર, પ્રિયકાન્ત શ્રીમાળી

કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા જીલ્લા ગુરૂબ્રાહ્મણ સમાજની સાધારણ સભા મંગલમ્ શૈક્ષણિક સંસ્થામાં મળી હતી. જેમાં માતૃસંસ્થાના જીલ્લા ઘટકમાં નવિન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં સતત ત્રીજી વાર સમાજના વરિષ્ઠ આગેવાન અરવિંદભાઇ ચૌરાસિયાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. આ સાથે સંસ્થામાં નવિન રૂમનું દાતાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. આ તરફ સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુર શહેરના આકેસણ ફાટક નજીક આવેલા મંગલમ્ શૈક્ષણિક સંસ્થામાં ગુરૂબ્રાહ્મણ સમાજ જીલ્લા ઘટકના નવિન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. ગત 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજ બનાસકાંઠા દ્રારા સાધારણ સભા યોજાઇ હતી. મંગલમ્ શૈક્ષણિક સંસ્થામાં ચિત્રાંગદાબેન મણીલાલ ચોરાસિયા-નાંદોત્રા તરફથી રૂ.4,00,000નું દાન આવતાં નવિન રૂમનું ઉદઘાટન તેમના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ તરફ પ્રમુખ અરવિંદ ચોરાસિયા દ્રારા મંગલમ્ સંસ્થામાં રસોડા માટે 51,000નું દાન જાહેર કરવામાં આવ્યુ હતુ.

કાર્યક્રમ@પાલનપુર: ગુરૂબ્રાહ્મણ સમાજની સામાન્ય સભામાં નવિન હોદ્દેદારો નિમાયા

આ દરમ્યાન છેલ્લા 6 માસમાં જે સમાજબંધુ અને ભગીનીઓનો પરમઘામમાં વાસ થયો તેવા દિવંગતો શ્રધ્ધાસુમન અપર્ણ કરવામાં આવ્યા હતા. આ સાથે ગુરૂબ્રાહ્મણ સમાજ બનાસકાંઠા જીલ્લાની નવિન કારોબારીની રચના કરવામાં આવી હતી. જેમાં સતત ત્રીજી વખત અરવિંદભાઇ ચોરાસિયાની વરણી કરવામાં આવી હતી. આ તરફ સંસ્થાના મહામંત્રી તરીકે વિશેષ સેવાઓ આપનાર સ્વ.મોહનલાલ શ્રીમાળીને શ્રધ્ધાસુમન અપર્ણ કરી ટ્રસ્ટી તરીકે તેમના પુત્ર કૈલાસબાબુ મોહનલાલ શ્રીમાળી(ગાદલવાડા)ની વરણી કરવામાં આવી છે.