કાર્યક્રમ@પાટણ: 6 જીલ્લાના AAP કાર્યકર્તાઓનું સંમેલન, પ્રદેશના દિગ્ગજો હાજર રહ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય મેળવ્યાં બાદ આમ આદમી પાર્ટીએ 2022 વિધાનસભા માટે કવાયત શરૂ કરી છે. જે અનુસંધાને આજે પાટણમાં ઉત્તર ગુજરાત સહિત કુલ 6 જીલ્લાઓના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયુ હતુ. જેમાં 2022 વિધાનસભાની ચૂંટણી અનુલક્ષીને બુથ લેવલના સંગઠન અને વ્યુહરચનાઓથી કાર્યકર્તા અને હોદ્દેદારોને અવગત કરવામાં આવ્યા હતા. આ
 
કાર્યક્રમ@પાટણ: 6 જીલ્લાના AAP કાર્યકર્તાઓનું સંમેલન, પ્રદેશના દિગ્ગજો હાજર રહ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી)

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય મેળવ્યાં બાદ આમ આદમી પાર્ટીએ 2022 વિધાનસભા માટે કવાયત શરૂ કરી છે. જે અનુસંધાને આજે પાટણમાં ઉત્તર ગુજરાત સહિત કુલ 6 જીલ્લાઓના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયુ હતુ. જેમાં 2022 વિધાનસભાની ચૂંટણી અનુલક્ષીને બુથ લેવલના સંગઠન અને વ્યુહરચનાઓથી કાર્યકર્તા અને હોદ્દેદારોને અવગત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ અને પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઇ ઇટાલિયા સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યક્રમ@પાટણ: 6 જીલ્લાના AAP કાર્યકર્તાઓનું સંમેલન, પ્રદેશના દિગ્ગજો હાજર રહ્યાં

પાટણ શહેરમાં આવેલ ઠાકોર સમાજની વાડીમાં આજે આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓનું સંમેલન યોજાયુ હતુ. જેમાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અરવલ્લી અને કચ્છ પૂર્વ અને કચ્છ પશ્ચિમ એમ 6 જિલ્લાઓમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોની બહોળી હાજરી જોવા મળી હતી.

આ પ્રસંગે પ્રદેશ પ્રભારી અને પ્રદેશ સંગઠન મંત્રીએ સચોટ માહિતી અને સમજ કાર્યકર્તાઓને પુરી પાડી હતી. તો આમ આદમી પાર્ટીએ 2022ની વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી જ હુંકાર કર્યો હોઇ આગામી દિવસોએ રાજકારણ ગરમાઇ શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આજે પાટણ ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં ગુજરાત પ્રદેશ પ્રભારી ગુલાબસિહ યાદવ (MLA માટીયાલા, દિલ્હી) ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ@પાટણ: 6 જીલ્લાના AAP કાર્યકર્તાઓનું સંમેલન, પ્રદેશના દિગ્ગજો હાજર રહ્યાં

આ સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલભાઇ ઇટાલીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી, પ્રદેશ સંગઠનમંત્રી મનોજભાઈ સોરઠીયા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કિશોરભાઈ દેસાઈ અને ઉત્તર ઝોન સંગઠનમંત્રી રમેશભાઈ નાભાણી સહિત પાટણ જીલ્લા પ્રમુખ પ્રશાંતભાઇ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

કાર્યક્રમ@પાટણ: 6 જીલ્લાના AAP કાર્યકર્તાઓનું સંમેલન, પ્રદેશના દિગ્ગજો હાજર રહ્યાં

પ્રદેશ પ્રમુખ ગોપાલભાઇ ઇટાલિયાએ મિશન 2022 માટે તન-મન-ધનથી લાગી પડવાની હુંકાર ભણી હાજર સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને આ માટે આહ્વાન કર્યું હતુ.