કાર્યક્રમ@પાટણ: સ્વામીજીની જન્મભૂમિ-તપોભૂમિથી તેજાનંદ સેનાનો ઉદય, હોદ્દેદારો નિમાયા

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) પાટણમાં મહર્ષિ સ્વામી તેજાનંદની વિચારધારા જન-જન સુધી પહોંચાડવા તેજાનંદ સેનાનો ઉદય થયો છે. ગત રવિવારે પાટણના સમાલ પરગણા ગુરૂબ્રાહ્મણ સમાજ શિક્ષણ સંકુલ ખાતે તેજાનંદ સેનાની બેઠક મળી હતી. જેમાં પાટણ જીલ્લાના મોટાભાગના તમામ તાલુકાના સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ખાસ કરીને મહર્ષિ સ્વામી તેજાનંદની
 
કાર્યક્રમ@પાટણ: સ્વામીજીની જન્મભૂમિ-તપોભૂમિથી તેજાનંદ સેનાનો ઉદય, હોદ્દેદારો નિમાયા

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી)

પાટણમાં મહર્ષિ સ્વામી તેજાનંદની વિચારધારા જન-જન સુધી પહોંચાડવા તેજાનંદ સેનાનો ઉદય થયો છે. ગત રવિવારે પાટણના સમાલ પરગણા ગુરૂબ્રાહ્મણ સમાજ શિક્ષણ સંકુલ ખાતે તેજાનંદ સેનાની બેઠક મળી હતી. જેમાં પાટણ જીલ્લાના મોટાભાગના તમામ તાલુકાના સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ખાસ કરીને મહર્ષિ સ્વામી તેજાનંદની વિચારધારાને સમાજના દરેક ઘર સુધી પહોંચાડવી અને સામાજીક રીતે આગળ આવવા હાકલ કરાઇ હતી. આ સાથે જીલ્લા અને તાલુકામાં નવિન હોદ્દેદારોની વરણી કરાઇ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યક્રમ@પાટણ: સ્વામીજીની જન્મભૂમિ-તપોભૂમિથી તેજાનંદ સેનાનો ઉદય, હોદ્દેદારો નિમાયા

ઉત્તર ગુજરાતમાં સ્વામી તેજાનંદની જન્મભૂમિ અને તપોભૂમિમાં પાટણ જીલ્લામાંથી તેજાનંદ સેનાનો ઉદય થયો છે. ગત દિવસોએ કલોલ ખાતે તેજાનંદ સેનાના ભવ્ય લોન્ચિંગ બાદ પાટણ જીલ્લા પ્રમુખ તરીકે અમરતભાઇ અમથાભાઇ શ્રીમાળી(તેનીવાડા)ની વરણી કરવામાં આવી હતી. જે બાદમાં રવિવારે પાટણમાં સમાલ પરગણા ગુરૂબ્રાહ્મણ સમાજ શિક્ષણ સંકુલ ખાતે એક બેઠક મળી હતી. જેમાં પાટણ, ચાણસ્મા, સિધ્ધપુર, હારીજ, સમી, રાધનપુર, શંખેશ્વર, સાંતલપુર અને સરસ્વતી તાલુકાના આગેવાનો, વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સર્વાનુમતને અને વડીલોના માર્ગદર્શન મુજબ નવિન હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે તેજાનંદ સેના પ્રદેશકક્ષાએથી વિજયભાઇ શ્રીમાળી, હસિતભાઇ શ્રીમાળી અને પાટણ જીલ્લા પ્રમુખ અમરતભાઇ શ્રીમાળી, સામાજીક આગેવાન હરેશભાઇ કરલિયા, વિઠ્ઠલભાઇ શ્રીમાળી, રમેશભાઇ શ્રીમાળી, વિનોદભાઇ કરલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ@પાટણ: સ્વામીજીની જન્મભૂમિ-તપોભૂમિથી તેજાનંદ સેનાનો ઉદય, હોદ્દેદારો નિમાયા

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાટણ ખાતે મળેલ બેઠકમાં જીલ્લા કક્ષાને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં ઉપપ્રમુખ તરીકે વિનોદભાઇ કરેલીયા(પાટણ) અને રમેશભાઇ ખેમચંદભાઇ(સમૌ)ની વરણી કરાઇ છે. આ સાથે મહામંત્રી તરીકે મહેશભાઈ કાનજીભાઈ શ્રીમાળી(ચવેલી), સહયોગીમંત્રી તરીકે રાકેશભાઇ શ્રીમાળી(ચાણસ્મા) અને સંગઠન મંત્રી તરીકે મહેશભાઇ શ્રીમાળી(મુજપુર), અશ્વિનભાઈ.ડી.ગાંધી(ઊંઝા), વિનોદભાઈ.એમ.શ્રીમાળી (સિધ્ધપુર),રમેશકુમાર.પી. તપોધન(સોઢવ) અને ધીરૂભાઈ.એન.શ્રીમાળી(સમૌ)ની વરણી કરાઇ છે. આ સાથે ખજાનચી તરીકે ભાનુભાઈ.ડી.શ્રીમાળી(કાકોશી), સહાયક ખજાનચી તરીકે બાલચંદભાઇ.એમ.શ્રીમાળી (ચાંદણસર)ની વરણી કરાઇ છે. આ તરફ મીડિયા કન્વિનર તરીકે પ્રિયકાન્ત જીતેન્દ્રભાઇ શ્રીમાળી(પીંપળ) અને મહિલા કન્વિનર તરીકે ધર્મિષ્ઠાબેન વિરમભાઇ શ્રીમાળી (સુણોક)ની વરણી કરાઇ છે. તો કાનુની સલાહકાર તરીકે કૌશિકકુમાર.એલ.સાધુ(કુણઘેર) અને નરેશકુમાર.જે.શ્રીમાળી(મોટીદાઉ)ની વરણી કરવામાં આવી છે.

કાર્યક્રમ@પાટણ: સ્વામીજીની જન્મભૂમિ-તપોભૂમિથી તેજાનંદ સેનાનો ઉદય, હોદ્દેદારો નિમાયા

આ સાથે તેજાનંદ સેના જીલ્લામાં કારોબારી સમિતિમાં નીરવભાઈ ચક્રવર્તી(પાટણ), જીતુભાઈ.એ.રાઠોડ (લોલાડા), નરેશભાઈ ખાનદાસ શ્રીમાળી(છમિસા), નારણભાઇ.પી.શ્રીમાળી(પાટણ), ઉત્તમભાઇ ધરમદાસ શ્રીમાળી(નેદરા), બાબુલાલ.પી.શ્રીમાળી(ટુંડાવ), મેહુલભાઈ ચીમનલાલ શ્રીમાળી(કામલી), પ્રેમચંદભાઈ મફ્તાલાલ વ્યાસ(ધિણોજ), મહેન્દ્રભાઈ વિનોદભાઈ સાધુ(દેદીયાસણ), ગજેન્દ્રભાઈ વિશ્રામદાસ શ્રીમાળી (મગુના), પ્રવીણભાઈ.એચ.શ્રીમાળી(સંડેર), ભાસ્કરભાઇ.એન.શ્રીમાળી(ભાંડુ), મધુસુદન.કે.જોશી(કહોડા) અને નરેશભાઈ નાગર(વાલમ)ની નિમણુંક કરાઇ છે. આ તરફ સલાહકારી સમિતિમાં વિઠ્ઠલભાઈ.બી.શ્રીમાળી (બાલીસણા), લક્ષ્મણદાસ શ્રીમાળી(કુણઘેર), બાબુલાલ.ટી.શ્રીમાળી(ચંદ્રુમાણા), પ્રદીપભાઈ થોભણદાસ સાધુ(પાટણ), મહેન્દ્રભાઈ.જે. શ્રીમાળી(છમીસા), રજનીકાંત.ડી.વ્યાસ(પાટણ), પ્રવિણભાઈ.એ.શ્રીમાળી(સુણોક), સોમચંદભાઈ જોશી(કહોડા), ખેમચંદભાઈ.વી.શ્રીમાળી(સંડેર) પ્રેમચંદભાઈ આયે શ્રીમાળી(ભાંડુ) અને લક્ષ્મણભાઈ. આર.શ્રીમાળી(ઉનાવા)ની વરણી કરાઇ છે.

કાર્યક્રમ@પાટણ: સ્વામીજીની જન્મભૂમિ-તપોભૂમિથી તેજાનંદ સેનાનો ઉદય, હોદ્દેદારો નિમાયા

ગત રવિવારે મળેલી બેઠકમાં તેજાનંદ સેનામાં તાલુકા પ્રમુખોની પણ વરણી કરવામાં આવી છે. જેમાં સિધ્ધપુર તાલુકાના પ્રમુખ તરીકે કૌશિકભાઇ પંડ્યા અને મહામંત્રી તરીકે પંકજભાઇ.એ.શ્રીમાળીની વરણી કરાઇ છે. સરસ્વતી તાલુકા પ્રમુખ વિનોદભાઇ.આર.શ્રીમાળી, ચાણસ્મા તાલુકામાં બળદેવભાઈ પ્રભુદાસ શ્રીમાળી, સમી તાલુકામાં દયાશંકરભાઇ પંડ્યા, રાધનપુર તાલુકામાં વિનોદભાઈ રાઠોડ, હારીજ તાલુકામાં દશરથભાઈ કિશોરભાઈ તપોધન, પાટણ તાલુકાના પ્રમુખ તરીકે મેસરના વિનોદભાઇ વિરચંદભાઈ શ્રીમાળીની વરણી કરાઇ છે. આ સાથે શંખેશ્વર તાલુકામાં દેવેન્દ્ર અશ્વિનભાઈ શુક્લ અને સાંતલપુર તાલુકાના પ્રમુખ તરીકે સુનિલભાઈ ભીખાભાઈ રાજગોરની વરણી કરાઇ છે.