કાર્યક્રમ@પાટણ: રસીકરણને વેગવંતુ બનાવવા DDO મેદાને, ગામમાં રાત્રી સભામાં સંવાદ કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ કોરોના મહામારી વચ્ચે પાટણ જિલ્લામાં દરેક ગામ સો ટકા રસીકરણ થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. રસીકરણ મહોત્સવ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ પાટણ તાલુકાના બોરસણ ગામે મુલાકાત લઇ રાત્રી સભામાં ગ્રામજનોને સો ટકા રસીકરણ માટે આહવાન કર્યું હતું. રસીકરણમાં બાકી ગ્રામજનોની યાદી
 
કાર્યક્રમ@પાટણ: રસીકરણને વેગવંતુ બનાવવા DDO મેદાને, ગામમાં રાત્રી સભામાં સંવાદ કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોના મહામારી વચ્ચે પાટણ જિલ્લામાં દરેક ગામ સો ટકા રસીકરણ થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. રસીકરણ મહોત્સવ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ પાટણ તાલુકાના બોરસણ ગામે મુલાકાત લઇ રાત્રી સભામાં ગ્રામજનોને સો ટકા રસીકરણ માટે આહવાન કર્યું હતું. રસીકરણમાં બાકી ગ્રામજનોની યાદી વંચાણે લઈ તેઓને રસી અપાવવા માટે ગ્રામજનોને જણાવતા ગામના આગેવાનોએ બોરસણ ગામને સો ટકા રસીકરણ કરવા માટે ખાતરી આપી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લા વિકાસ અધિકારીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બોરસણની મુલાકાત લઇ રસીકરણ કાર્યક્રમની સમીક્ષા કરી હતી. આ સાથે અઠવાડિયા દરમ્યાન રસીકરણની પ્રગતિ બદલ મેડિકલ ઓફિસર અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા. સાથે સાથે બોરસણ ગામે પણ સારું રસીકરણ કરાવવા બદલ સરપંચ અને ગામના આગેવાનો ને અભિનંદન આપ્યા હતા અને બાકી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જીલ્લા વિકાસ અધિકારીએ સારવાર અર્થે આવતા લોકોને ખબર અંતર પૂછી અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. તેમજ વિવિધ વિકાસ કામો માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ ગ્રામસભામાં જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ, મેડિકલ ઓફિસર બોરસણ, તલાટી, ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આરોગ્યની ટીમ હાજર રહી હતી.