કાર્યક્રમ@સુઇગામ: મહિલા પ્રમુખની ગેરહાજરી વચ્ચે સસરાએ સીટ શોભાવી દીધી

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) સુઇગામ તાલુકાનો સેવાસેતુ કાર્યક્રમ ધ્રેચાણા ગામે યોજવામાં આવ્યો હતો. જેમાં સવારથી જ લાભાર્થીઓ અને અરજદારો માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન અધિકારીઓ અને પદાધિકારીઓ દોડી આવી કામગીરીની અમલવારી માટે મથામણ કરી હતી. જોકે સુઇગામ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ ગેરહાજર રહેતા અચાનક તેમના સસરાએ અધિકારીઓ વચ્ચે હાજરી પુરાવી દીધી
 
કાર્યક્રમ@સુઇગામ: મહિલા પ્રમુખની ગેરહાજરી વચ્ચે સસરાએ સીટ શોભાવી દીધી

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) 

સુઇગામ તાલુકાનો સેવાસેતુ કાર્યક્રમ ધ્રેચાણા ગામે યોજવામાં આવ્યો હતો. જેમાં સવારથી જ લાભાર્થીઓ અને અરજદારો માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન અધિકારીઓ અને પદાધિકારીઓ દોડી આવી કામગીરીની અમલવારી માટે મથામણ કરી હતી. જોકે સુઇગામ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ ગેરહાજર રહેતા અચાનક તેમના સસરાએ અધિકારીઓ વચ્ચે હાજરી પુરાવી દીધી હતી. જેના દ્રશ્યો સામે આવતા પંથકમાં આશ્ચર્યનું મોજુ ફરી વળ્યુ છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાના ધ્રેચાણા ગામે તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી સહિતના કર્મચારીઓ શાખા લગત કામગીરી માટે દોડી આવ્યા હતા. આ તરફ સંબંધિત લાભાર્થીઓ અને અરજદારો પણ કામગીરીને લઇ પહોંચ્યા હતા. આ દરમ્યાન સ્થાનિકોએ હોદ્દેદારો માટે બેઠક વ્યવસ્થાનું આયોજન કરતા અધિકારીઓ અને ચુંટાયેલા પદાધિકારીઓએ સીટ શોભાવી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સુઇગામ તાલુકા પંચાયતમાં ભાજપનુ શાસન છે અને સેવાસેતુ રાજ્ય મહત્વાકાંક્ષી કાર્યક્રમ હોઇ મહિલા પ્રમુખ રમીલાબેન ચૌધરીની હાજરી સ્વાભાવિક હોય. જોકે કોઇ કારણસર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ ગેરહાજર રહેતા તેમના “સસરા” અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે આવીને બેસી ગયા હતા. મહિલા પ્રમુખને બદલે તેમના સસરાએ પદાધિકારીની સીટ શોભાવી હોય તેવો ઘાટ ઘડાતા જાગૃત નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.