કાર્યક્રમ@ઊંઝા: સ્વ.શિવમભાઇ રાવલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા કોરોના મહામારી વચ્ચે ઊંઝામાં ઉમા કો.ઓપ.ક્રેડીટ સોસાયટી લિ. દ્રારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રવિવારના દિવસે ઊંઝા સ્વ.શિવમભાઇ રાવલની પ્રથમ વાર્ષિક પુણ્યતિનીએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ઊંઝા શહેર અને તાલુકામાંથી 500થી વધુ દર્દીઓને આ નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો. અટલ સમાચાર આપના
 
કાર્યક્રમ@ઊંઝા: સ્વ.શિવમભાઇ રાવલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા

કોરોના મહામારી વચ્ચે ઊંઝામાં ઉમા કો.ઓપ.ક્રેડીટ સોસાયટી લિ. દ્રારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રવિવારના દિવસે ઊંઝા સ્વ.શિવમભાઇ રાવલની પ્રથમ વાર્ષિક પુણ્યતિનીએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ઊંઝા શહેર અને તાલુકામાંથી 500થી વધુ દર્દીઓને આ નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ઊંઝા ખાતે રવિવારે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આરોગ્ય સેવા નિ:શુલ્ક રહે તેવી દ્રઢ વિચારધારા ધરાવતા સ્વ.શિવમભાઇ રાવલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ ઊંઝા મુકામે ઉમા કો.ઓપ.ક્રેડીટ સોસાયટી લિ. દ્રારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયુ હતુ. જેમાં ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલ અને ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઇ પટેલે દિપ પ્રાગટ્ય કરી સ્વ. શિવમભાઇ રાવલને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઊંઝા ખાતે ગઇકાલે યોજાયેલ નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં શહેર અને તાલુકાના 500થી વધુ દર્દીઓને લાભ લીધો હતો. આ પ્રસંગે પાલિકા પ્રમુખ રીન્કુબેન પટેલ, ભાજપ શહેર પ્રમુખ હિતેશભાઇ અને ઊંઝા એપીએમસીના ડીરેક્ટરો અને પાલિકાના કોર્પોરેટરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ફેફસાના નિષ્ણાંત ડો.નિહાર પટેલ, ચામડીના રોગોના નિષ્ણાંત ડો.કુલદિપભાઇ ચૌધરી, સ્ત્રી રોગોના નિષ્ણાંત ડો.નરેશભાઇ ચૌધરી અને સર્જન ડો.વિઅંક પટેલે સેવા આપી હતી.