કાર્યક્રમ@અરવલ્લી: સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં SMVSના 'અનાદિમુક્ત વિશ્વમ' નો શિલાન્યાસ કરાયો

 
ભુપેન્દ્ર પટેલ
શિલાન્યાસ પ્રસંગે 70 હજાર હરિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અરવલ્લી જિલ્લામાં સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાન દ્વારા ધ્યાન કેન્દ્ર આકાર પામશે. એક સાથે 50 હજાર લોકો ધ્યાન કરી શકે એવી સુવિધા સાથે રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર નિર્માણ કરવામાં આવનાર છે. જેના શિલાન્યાસ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સોમવારે સાંજે એટલે કે ધૂળેટીના દિવસે 'અનાદિમુક્ત વિશ્વમ' નો શિલાન્યાસ પ્રસંગ યોજાયો હતા.રાજ્યના મુખ્યપ્રધાન ઉપરાંત શિક્ષણ પ્રધાન કુબેર ડિડોર, અન્ન અને નાગરિક રાજ્યકક્ષા પ્રધાન ભીખુસિંહ પરમાર, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત લોકસભાના ભાજપના ઉમેદવાર શોભના બારૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા.શિલાન્યાસ પ્રસંગે 70 હજાર હરિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાન એટલે કે, SMVS ના અધ્યક્ષ ગુરુવર્ય સત્યસંકલ્પદાસજી સ્વામીનો સંકલ્પ હતો અને જેને લઈ આ કેન્દ્ર નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્યાન કેન્દ્રનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દેશ વિદેશથી હરીભક્તો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાન દ્વારા આ વિશાળ ધ્યાન કેન્દ્ર તૈયાર કરવામાં આવી રહ્યુ છે. જે મોડાસા-ધનસુરા સ્ટેટ હાઇવે પર લગભગ સાડા ત્રણસો વીઘા જમીનમાં ધ્યાન કેન્દ્ર આકાર લેશે. છેલ્લા પાંચેક વર્ષથી સંસ્થાન દ્વારા રાજ્યમાં ધ્યાન કેન્દ્રના સ્થળ માટે જમીન શોધવામાં આવી રહી હતી. ત્યાર બાદ મોડાસા ધનસુરા હાઇવે પરની આ જગ્યા પર પસંદગી ઉતારવામાં આવી હતી.જ્યા નદી અને પર્વતો સહિત તળાવ પણ હોવાને લઈ સુંદર નયનરમ્ય દ્રશ્ય કુદરતે સર્જ્યુ છે. પ્રાકૃતિક સુંદર વાતાવરણ વચ્ચે વિશાળ ધ્યાન કેન્દ્રને આકાર આપવામાં આવશે.