કાર્યક્રમ@પાટણ: મુખ્યમંત્રીના હસ્તે યુનિવર્સિટીના વિકાસ કામોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું
ઉચ્ચ કક્ષાનું યોગદાન આપનાર મહાનુભાવોની પ્રતિમા યુનિવર્સિટી હસ્તકના કન્વેન્શન હોલ ખાતે મૂકવામાં આવેલ છે.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે (ત્રણ) સ્ટેચ્યુ સહિતના વિકાસ કામોનું વર્ચ્યુલી અનાવરણ બુધવારે મુખ્યમંત્રી દ્રારા કરવામા આવ્યું હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ કેમ્પસમાં આવેલ યુનિવર્સિટી હસ્તકના કન્વેન્શન હોલનું નિર્માણકાર્ય રાજય સરકારની ગ્રાન્ટમાંથી રૂા.૯.૫૦ કરોડના ખર્ચે કરવામાં આવેલ.
ભારત વર્ષ માટે ઉચ્ચ કક્ષાનું યોગદાન આપનાર મહાનુભાવોની પ્રતિમા યુનિવર્સિટી હસ્તકના કન્વેન્શન હોલ ખાતે મૂકવામાં આવી છે. જે અન્વયે કન્વેન્શન હોલ ખાતે પંડિત દિનદયાલ ઉપાધ્યાય, ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી તેમજ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પ્રતિમાઓનું અનાવરણ કરવાનું સૌભાગ્ય હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને મુખ્યમંત્રી ના વર્ચ્યુલી માધ્યમ થી મળતાં યુનિવર્સિટી પરિવારે ગૌરવની લાગણી અનુભવી હતી.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગમાં નવીન કલાસરૂમની કામગીરી (RUSA ગ્રાન્ટ અંતર્ગત) રાજય સરકાર દ્વારા મળેલ અનુદાન માંથી રૂા.૧,૪૧,૨૪,૦૨૦/- ની કિંમતે પૂર્ણ કરવામાં આવેલ છે. લાઇફ સાયન્સ વિભાગ ખાતે પ્રથમ માળ પર ૧૦૪ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા તેમજ ૧૨૦ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા એમ કુલ ૦૨ (બે) નંગ વાઇ ફાઇ પ્રોજેકટર સાથે સ્ટુડીયો રૂમની થીમ પર આધારીત અદ્યતન કલાસરૂમ થકી વિદ્યાર્થીઓની સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો થયેલ હોય જેનું લોકાર્પણ પણ વર્ચ્યુલી માધ્યમથી મુખ્યમંત્રી દ્રારા કરવામાં આવ્યુંદ્વાતું.