પ્રતિબંધ@ઉ.ગુ.: કોરોના ઇફેક્ટ, ગામમાં ઠંડાપીણાંનું વેચાણ બંધ કરવા નોટીસ

અટલ સમાચાર, હિંમતનગર, ગાંધીનગર વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને લઇ પંચાયતો દ્રારા નોટીસ જાહેર કરવામાં આવી છે. જેમાં ગામના તમામ નાના-મોટા દુકાનાદારો અને ગલ્લાંવાળાઓને ઠંડાપીણાંનું વેચાણ બંધ કરવા જણાવાયુ છે. જેમાં ખાસ 1-2 રૂપિયાવાળી પેપ્સીનું વેચાણ સદંતર બંધ કરવા જણાવ્યુ છે. જો દુકાનદારો આ નોટીસનો ભંગ કરશે તો દંડ લેવાશે તેમ જણાવાયુ છે. અટલ સમાચાર
 
પ્રતિબંધ@ઉ.ગુ.: કોરોના ઇફેક્ટ, ગામમાં ઠંડાપીણાંનું વેચાણ બંધ કરવા નોટીસ

અટલ સમાચાર, હિંમતનગર, ગાંધીનગર

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને લઇ પંચાયતો દ્રારા નોટીસ જાહેર કરવામાં આવી છે. જેમાં ગામના તમામ નાના-મોટા દુકાનાદારો અને ગલ્લાંવાળાઓને ઠંડાપીણાંનું વેચાણ બંધ કરવા જણાવાયુ છે. જેમાં ખાસ 1-2 રૂપિયાવાળી પેપ્સીનું વેચાણ સદંતર બંધ કરવા જણાવ્યુ છે. જો દુકાનદારો આ નોટીસનો ભંગ કરશે તો દંડ લેવાશે તેમ જણાવાયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પ્રતિબંધ@ઉ.ગુ.: કોરોના ઇફેક્ટ, ગામમાં ઠંડાપીણાંનું વેચાણ બંધ કરવા નોટીસ

ઉત્તર ગુજરાતની ગ્રામ પંચાયતો દ્રારા ગામમાં સાવચેતીના ભાગરૂપે ઠંડાપીણાંના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાની વક્તાપુર અને ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાની ઇશ્વરપુરા ગ્રામ પંચાયત દ્રારા નોટીસ આપવામાં આવી છે. જેમાં હિંમતનગરની વક્તાપુર પંચાયતે ઠંડાપીણાં અને પેપ્સિના પ્રતિબંધનો ઉલ્લંઘન કરનારા વેપારી પાસે રૂ.5000 દંડ અને પંચાયત મીટીંગમાં જે બીજો દંડ કરે તે લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રતિબંધ@ઉ.ગુ.: કોરોના ઇફેક્ટ, ગામમાં ઠંડાપીણાંનું વેચાણ બંધ કરવા નોટીસ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, માણસા તાલુકાની ઇશ્વરપુરા પંચાયતે પણ ગામમાં ઠંડાપીણાં ઉપર પ્રતિબંધ મુક્યો છે. જેમાં જ્યાં સુધી કોરોના વાયરસનું નિયંત્રણ ના આવે ત્યાં સુધી વેચાણ બંધ રાખવા જણાવાયુ છે. જો કોઇ આ નિયમનો ઉલ્લંઘન કરશે તો તેની પાસેથી રૂ.2500નો દંડ વસુલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે, રાજ્ય સરકાર દ્રારા કોરોના વાયરસને લઇ સાવચેતીના ભાગરૂપે બે અઠવાડીયા સુધી શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.