દરખાસ્ત@તલોદ: પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખને હટાવવા ભાજપ-કોંગ્રેસ ભાઇ-ભાઇ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) સાબરકાંઠા જીલ્લાની તલોદ નગરપાલિકામાં સત્તાધીશો સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ થઇ છે. કોંગ્રેસ શાસિત પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખને હટાવવા ભાજપ અને કોંગ્રેસ એક બની ગયા છે. ચુંટાયેલા 24 નગરસેવકોમાંથી 16 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરતા પાલિકાના રાજકીય અને વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે. સત્તાધીશો મનસ્વી વહીવટ કરતા હોવાનું કારણ આપવામાં
 
દરખાસ્ત@તલોદ: પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખને હટાવવા ભાજપ-કોંગ્રેસ ભાઇ-ભાઇ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

સાબરકાંઠા જીલ્લાની તલોદ નગરપાલિકામાં સત્તાધીશો સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ થઇ છે. કોંગ્રેસ શાસિત પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખને હટાવવા ભાજપ અને કોંગ્રેસ એક બની ગયા છે. ચુંટાયેલા 24 નગરસેવકોમાંથી 16 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરતા પાલિકાના રાજકીય અને વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે. સત્તાધીશો મનસ્વી વહીવટ કરતા હોવાનું કારણ આપવામાં આવ્યુ છે.

દરખાસ્ત@તલોદ: પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખને હટાવવા ભાજપ-કોંગ્રેસ ભાઇ-ભાઇ

તલોદ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય ખેંચતાણ વધી હોવાથી શુક્રવારે તેની અસર સામે આવી છે. તલોદ પાલિકાના કુલ 24માં કોંગ્રેસના 13 અને ભાજપના 11 નગરસેવકો છે. મનસ્વી વહીવટ કરતા હોવાનું કારણ આપી કોંગ્રેસના 5 અને ભાજપના 11 સહિત 16 નગરસેવકોએ આખરે પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકી અને ઉપપ્રમુખ તેજુસિંહ ઝાલાને ખુરશી છોડાવવા દાવ ખેલ્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, તલોદ પાલિકામાં સત્તાધીન કોંગ્રેસને ઉથલાવી બળવાખોરો સાથે ભાજપની સત્તા લાવવા મથામણ થઇ રહી છે. આવી સ્થિતિમાં પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો મુંઝવણમાં મુકાયા છે. ઉલ્લેખનિય છે કે, ભાજપના નગરસેવકો સાથે કોંગ્રેસના 5 સભ્યોએ સત્તાની સાઠમારી ખેલતા પંથકમાં ગરમાવો આવી ગયો છે.