કાર્યવાહી@ધાનેરા: 3.50 લાખની સોપારી મળતાં યુવકની હત્યા, પોલીસે 3 આરોપીને દબોચ્યાં

અટલ સમાચાર,પાલનપુર ધાનેરા પંથકમાં ગત દિવસોએ બાવળની ઝાડીઓમાંથી મળી આવેલ લાશના કેસમાં LCBની ટીમે મોટી કાર્યવાહી કરી છે. LCB અને ધાનેરા પોલીસની ટીમે ઝીણવટભરી તપાસ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં મરણ જનાર વ્યક્તિની પત્નિ સાથે આરોપીને આડાસંબંધ હોઇ આરોપી દ્રારા તેની હત્યાની સોપારી 3.50 લાખમાં અપાઇ હોવાનું ખુલ્યું
 
કાર્યવાહી@ધાનેરા: 3.50 લાખની સોપારી મળતાં યુવકની હત્યા, પોલીસે 3 આરોપીને દબોચ્યાં

અટલ સમાચાર,પાલનપુર

ધાનેરા પંથકમાં ગત દિવસોએ બાવળની ઝાડીઓમાંથી મળી આવેલ લાશના કેસમાં LCBની ટીમે મોટી કાર્યવાહી કરી છે. LCB અને ધાનેરા પોલીસની ટીમે ઝીણવટભરી તપાસ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં મરણ જનાર વ્યક્તિની પત્નિ સાથે આરોપીને આડાસંબંધ હોઇ આરોપી દ્રારા તેની હત્યાની સોપારી 3.50 લાખમાં અપાઇ હોવાનું ખુલ્યું હતુ. જેથી LCBએ ચોક્કસ બાતમી આધારે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ધાનેરા પંથકમાંથી ગત દિવસે રમેશભારથી ભાણાભારથી ગૌસ્વામીની લાશ હત્યાં કરાયેલી હાલતમાં મળી આવી હતી. જેને લઇ પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા, બોર્ડર રેન્જ-ભુજ તથા જીલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આરોપીઓને ઝડપી લેવા સુચના આપી હતી. જે અનુસંધાને એ LCB PI એચ.પી.પરમાર, PSI આર.જી.દેસાઇ, ધાનેરા PI એસ.એ.ડાભી, PSI બી.સી.છત્રાલીયા, LCB સ્ટાફના HC અર્જુનસિંહ, ઇશ્વરભાઇ, મહેશભાઇ, નરેશભાઇ, PC શંકરભાઇ, મહેશભાઇ ડી તથા ધાનેરા પોલીસના PC વિક્રમભાઇ, લાલજીભાઇ, ભીખાભાઇ વગેરેની ટીમે તપાસ શરૂ કરી હતી.

કાર્યવાહી@ધાનેરા: 3.50 લાખની સોપારી મળતાં યુવકની હત્યા, પોલીસે 3 આરોપીને દબોચ્યાં

આ દરમ્યાન બાતમીદારો મારફતે તેમજ ટેક્નિકલ સર્વેલન્સની મદદ મેળવતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં મૃતક રમેશભારથી ગૌસ્વામીની પત્નિ સાથે શીવાભાઇ પટેલને આડા સંબંધો હતા. જેથી જાણ થતાં રમેશભાઇએ શીવાભાઇને પોતાના ઘરે આવવાની ના પાડતાં અદાવત રાખી શીવાભાઇએ પોતાના ખેતરમાં કામ કરતા ભાગીયા પ્રકારને 3,50,000 રૂપિયા આપી રમેશભારથીને જાનથી મારી નાંખવાની વાત કરી હતી. જોકે પ્રકાશે કહ્યું હતુ કે આ માટે રાજસ્થાનથી માણસો બોલાવવા પડશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પુર્વઆયોજીત કાવતરાં મુજબ 26-11-2020ની સાંજે પ્રકારે રમેશભારથીને ફોન કરી ઘરથી થોડે દૂર ઝાડીઓમાં બોલાવી વાતોમાં વ્યસ્ત રાખ્યાં હતા. જ્યાં રાજસ્થાનના લુણારામે રમેશભારથીના બંને હાથ બાંધી લોખંડના વાયરથી ગળું દબાવી મોત નિપજાવી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. જે બાદમાં LCB અને ધાનેરા પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડતાં ધાનેરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓના નામ

  1. શીવાભાઇ ગોકળાભાઇ પટેલ, રહે.ગોલા, તા.ધાનેરા
  2. પ્રકાશભાઇ જબરાભાઇ લુહાર, રહે.શીવાણા, તા.સાંચોર (રાજસ્થાન)
  3. લુણારામ મોહનરામ મેઘવાળ, રહે.વાલીયાણા, તા.શીવાણા (રાજસ્થાન)