આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લાં 3 વર્ષથી નાસતાં ફરતાં ઇસમને મહેસાણા LCBએ ઝડપી પાડ્યો છે. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી આધારે કાર્યવાહી કરી હતી. જેમાં બાતમી મળી હતી કે, ઊંઝા પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશન કેસમાં 6 માસથી નાસતો ફરતો ઇસમ હાલ ઊઝા હાજર છે. જેથી તાત્કાલિક સ્થળ પર પહોંચી ઇસમની અટકાયત કરી તેને ઊંઝા પોલીસને સોંપવા કવાયત કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં નાસતાં-ફરતાં ઇસમોને ઝડપી લેવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI એ.એમ.વાળાના માર્ગદર્શન હેઠળ LCB PSI એસ.બી.ઝાલાની ટીમ તપાસ હતી. આ દરમ્યાન બાતમી મળી હતી કે, ઊંઝા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો ઇસમ સંજયકુમાર રતિલાલ પ્રજાપતિ (રહે.ઊંઝા) હાલ ઊંઝા ઉભો છે. જેથી LCBની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ઇસમને CRPCની કલમ 41(1)(I) મુજબ અટક કરી ઊંઝા પોલીસને સોંપવા કવાયત હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code