વિરોધ@અમદાવાદ: 2.5 લાખ રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઈવરોની આજે હડતાળ, શું છે કારણ? જાણો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ શહેરનાં રીક્ષા ચાલકો દ્વારા છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન એપ્લીકેશનનાં માધ્યમથી ચાલતા સફેદ નંબર પ્લેટ ધરાવતા ટુ વ્હીલરને બંધ કરાવવા માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય ન આવતા આજે રીક્ષા તેમજ ટેક્સી ચાલકો હડતાળ પર ઉતરતા આશરે અઢી લાખ રીક્ષા તેમજ 80,000 જેટલી ટેક્સીનાં પૈડાં થંભી ગયા છે. અમદવાદ શહેરનો વિસ્તાર તેમજ વ્યાપ વધતા લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રીક્ષાનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આજે અમદાવાદ શહેરમાં રીક્ષા તેમજ ટેક્સી ડ્રાયવરોની માંગણી ન સંતોષાતા હડતાળ પર ઉતરી ગયા છે.
આ સમગ્ર મામલે ઓટો રિક્ષા અને ટેક્સી યુનિયનનાં પ્રમુખે જણાવ્યું હતું કે, સાંજ સુધીમાં સરકાર દ્વારા કોઈ નિર્ણય કરવામાં નહી આવે તો આંદોલન લંબાવવાની ચીમકી ઉચ્ચારી હતો.અમદાવાદમાં ઓનલાઈન એપ્લિકેશનમાં ચાલતી રીક્ષા તેમજ ટેક્સી ડ્રાયવરોએ ઓનલાઈન એપ્લીકેશન દ્વારા યોગ્ય વળતર નહી આપતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તેમજ તેઓ દ્વારા અન્ય સુવિધા પણ નહી અપાતી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.રિક્ષા તેમજ ટેક્સી ચાલકો દ્વારા 22 જુલાઈનાં રોજ અમદાવાદ જીલ્લા કલેક્ટરને મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી હતી. જેમાં તેઓ દ્વારા બે માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.
(1) ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ચાલતા સફેદ નંબર પ્લેટવાળા ટુ વ્હીલર બંધ કરવામાં આવે (2) ઓનલાઈન એપ્લિકેશન ઉપેર અને રેપીડો દ્વારા કરવામાં આવતી હેરાનગતિને લઈ રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ પણ કોઈ નિર્ણય ન આવતા રીક્ષા ચાલકો ગાંધીચિંધ્યા માર્ગે વિરોધ કર્યો હતો. તેમ છતાં પણ જો કોઈ નિરાકરણ ન આવે તો ઓટો તેમજ ટેક્સી ચાલકો દ્વારા હડતાળ લંબાવવાની ચીમકી ઉચ્ચારી છે.