વિરોધ@અમદાવાદ: વિવિધ પ્રશ્નોને લઇ સફાઇકર્મીઓ હડતાલ પર, કર્મીએ કરી આપઘાતની કોશિષ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અમદાવાદમાં ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝોનલ ઓફિસમાં એક સફાઇકર્મીએ ઝેરી દવા પીધી હતી. સફાઇકર્મીઓ પોતાના વિવિધ પ્રશ્નો મુદ્દે અહીં રજૂઆત કરવા પહોંચ્યા હતા. અહીં હાજર રહેલા ઉપરી અધિકારી દ્વારા યોગ્ય જવાબ ન આપવા એક સફાઇકર્મીએ ઝેરી દવા પી લીધી હતી. થલતેજના સફાઈકર્મી દ્વારા આત્મહત્યા કરવાના પ્રયાસનો મામલે આજે સમગ્ર શહેરમાં સફાઈકર્મીઓ
 
વિરોધ@અમદાવાદ: વિવિધ પ્રશ્નોને લઇ સફાઇકર્મીઓ હડતાલ પર, કર્મીએ કરી આપઘાતની કોશિષ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝોનલ ઓફિસમાં એક સફાઇકર્મીએ ઝેરી દવા પીધી હતી. સફાઇકર્મીઓ પોતાના વિવિધ પ્રશ્નો મુદ્દે અહીં રજૂઆત કરવા પહોંચ્યા હતા. અહીં હાજર રહેલા ઉપરી અધિકારી દ્વારા યોગ્ય જવાબ ન આપવા એક સફાઇકર્મીએ ઝેરી દવા પી લીધી હતી. થલતેજના સફાઈકર્મી દ્વારા આત્મહત્યા કરવાના પ્રયાસનો મામલે આજે સમગ્ર શહેરમાં સફાઈકર્મીઓ હડતાલ પર ઉતરી ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી ઝોનલ ઓફિસમાં ગઇકાલે સફાઇકર્મીએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં હડકંપ મચી ગયો છે. જેને લઇ આજે હડતાલ પર ઉતરેલાં સફાઇ કર્મચારીઓને મ્યુનિસિપલ નોકર મંડળે પણ ટેકો આપ્યો છે. આજે બોડકદેવ ખાતે મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ એકઠા થઇ ઝોનલ ઓફિસ આગળ બેસી ગયા હતા. આ સાથે સફાઈ કર્મચારીઓએ વાહનો રોકી ઉગ્ર દેખાવો કરતાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર સામે પણ સૂત્રોચ્ચાર કર્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આજે સવારથી અમદાવાદ શહેરમાં ફરજ બજાવતાં 15,000 કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. જેથી આજે શહેરભરમાં સફાઈ બંધ કરી દેવામાં આવી છે. મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા આજે શહેરમાં સફાઇ કામ નહિ થાય. મ્યુનિસિપલ નોકર મંડળ સફાઇકર્મીઓનું સૌથી મોટુ સંગઠન છે. તો બીજી તરફ, કર્મચારીઓને ટોળાને જોતા પોલીસની 6 ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. બે PI સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. સફાઈ કર્મીઓની માંગણીઓ મુદ્દે એએમસી અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યાં હોવાનું જોવા મળ્યું છે. ઝોનલ અધિકારીઓ મધ્યસ્થ કચેરી પર જવાબદારી ઢોળી રહ્યા છે. તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડાયરેક્ટર ઝોનલ કચેરીમાં આ પ્રશ્ન આવતો હોવાનું જણાવી રહ્યા છે.