વિરોધ@અમરેલી: શેત્રુંજી નદીમાંથી ગેરકાયદે રેતી ચોરી સામે ગ્રામજનોમાં ભારે રોષ, ઉગ્ર આંદોલનની ચીમકી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમરેલી તાલુકાના ચાંપથળ ગામે શેત્રુંજી નદીમાંથી થઈ રહેલી ગેરકાયદે ખનીજ ચોરીને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ છે. શેત્રુંજી નદીમાંથી દિવસ-રાત મોટા પાયે રેતી ચોરી થઈ રહી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા ન હોવાનો ગંભીર આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે.તંત્રના ઉપેક્ષાભર્યા વલણથી કંટાળીને ચાંપથળ ગામની મહિલાઓ સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં અમરેલી કલેક્ટર કચેરી તેમજ ખાણ અને ખનીજ વિભાગની કચેરીએ પહોંચ્યા હતા. કચેરી પરિસરમાં ગ્રામજનોએ રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે તેમણે સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર પાઠવીને ગેરકાયદે ખનીજ ચોરી અટકાવવા રજૂઆત કરી હતી.
લોકોના જણાવ્યા નુસાર, શેત્રુંજી નદીમાંથી સતત થઈ રહેલી બિનઅધિકૃત રેતી ચોરીના કારણે વિસ્તારના પર્યાવરણ અને નદીના નિવસનતંત્રને મોટું નુકસાન થઈ રહ્યું છે. રેતી ભરીને પૂરઝડપે દોડતા ભારે વાહનોના કારણે ગામના રસ્તાઓ બિસ્માર બની ગયા છે, જેથી ગંભીર અકસ્માતો સર્જાવાનો ભય સતત રહે છે.તંત્રના ઉપેક્ષાભર્યા વલણથી કંટાળીને ચાંપથળ ગામની મહિલાઓ સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં અમરેલી કલેક્ટર કચેરી તેમજ ખાણ અને ખનીજ વિભાગની કચેરીએ પહોંચ્યા હતા. કચેરી પરિસરમાં ગ્રામજનોએ રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે તેમણે સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર પાઠવીને ગેરકાયદે ખનીજ ચોરી અટકાવવા રજૂઆત કરી હતી. શેત્રુંજી નદીમાંથી સતત થઈ રહેલી બિનઅધિકૃત રેતી ચોરીના કારણે વિસ્તારના પર્યાવરણ અને નદીના નિવસનતંત્રને મોટું નુકસાન થઈ રહ્યું છે. રેતી ભરીને પૂરઝડપે દોડતા ભારે વાહનોના કારણે ગામના રસ્તાઓ બિસ્માર બની ગયા છે જેથી ગંભીર અકસ્માતો સર્જાવાનો ભય સતત રહે છે.

