વિરોધ@ગાંધીનગર: પરિપત્ર મામલે કોંગી ધારાસભ્ય ગેનીબેન અનશનમાં જોડાશે

અટલ સમાચાર, દશરથ ઠાકોર ગાંધીનગરમાં અનામત વર્ગની મહિલાઓ વિરોધ કરી રહી છે. પરિપત્ર મામલે સરકારની આજે અગ્નિપરીક્ષા છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય નૌશાદ સોલંકી, ચંદનજી ઠાકોર અને ઋતવિજ મકવાણાના 72 કલાકના અનશન પૂર્ણ થયા છે. તો બીજી તરફ આજે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત ધારાસભ્ય રાજેશભાઇ ગોહિલ અનશનમાં જોડાશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
વિરોધ@ગાંધીનગર: પરિપત્ર મામલે કોંગી ધારાસભ્ય ગેનીબેન અનશનમાં જોડાશે

અટલ સમાચાર, દશરથ ઠાકોર

ગાંધીનગરમાં અનામત વર્ગની મહિલાઓ વિરોધ કરી રહી છે. પરિપત્ર મામલે સરકારની આજે અગ્નિપરીક્ષા છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય નૌશાદ સોલંકી, ચંદનજી ઠાકોર અને ઋતવિજ મકવાણાના 72 કલાકના અનશન પૂર્ણ થયા છે. તો બીજી તરફ આજે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત ધારાસભ્ય રાજેશભાઇ ગોહિલ અનશનમાં જોડાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગરમાં એલઆરડી ભરતીમાં પરિપત્રને લઇ ઠેર-ઠેર વિરોધ અને સમર્થનના દ્રશ્યો સર્જાયા છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો અનામત વર્ગની મહિલાઓના સમર્થનમાં આવ્યા છે. જેમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોના અનશન પુર્ણ થતાંની સાથે જ આજે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય રાજેશભાઇ ગોહિલ અનશનમાં જોડાશે. આજે તમામ સમાજને અન્યાય ન થાય તેવો સરકાર નિર્ણય લઈ શકે છે. સમગ્ર બાબતે CMના અગ્ર સચિવ કે. કૈલાસનાથનને જવાબદારી અપાઈ છે.